HomeGujaratAMNS International School :પર્યાવરણીય સ્થિરતાના સંદેશ સાથે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી-India News...

AMNS International School :પર્યાવરણીય સ્થિરતાના સંદેશ સાથે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી-India News Gujarat

Date:

  • AMNS International School : હજીરા –સુરત, ડિસેમ્બર24, 2024: AMNS ઈન્ટરનેશનલ સ્કૂલે ધોરણ 5 થી12 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યુ હતું.
  • જેમાં રમતગમતની પ્રતિભા સાથે પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.

AMNS International School :આ વર્ષે રમતોત્સવની થીમ “પર્યાવરણીય સ્થિરતા” હતી.

  • રમતોત્સવની શરૂઆત ભવ્ય પરેડ સાથે થઈ, જેનું નેતૃત્વ NCC કેડેટ્સ, રાજ્ય સ્તરના ખેલાડીઓ અને શાળાના 4હાઉસ-એમરાલ્ડ, રૂબી, ટોપાઝ અને સફાયર દ્વારા કરવામાં આવ્યું હતું.
  • વિદ્યાર્થીઓએ “નદી બચાવો,” “જમીન પુનઃસ્થાપન”, “જીવનપુનઃરૂત્થાન”,“પ્રકૃતિના રક્ષક”,અને “શુદ્ધ હવા: નવીનઊર્જા” જેવા સ્લોગન્સ સાથેપર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

પૃથ્વીનું રક્ષણ સર્વનો ધર્મ છે

  • અતિથિ વિશેષ અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતાના ઉદ્દબોધન દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગસુરક્ષાનાનિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો અને આ ડિજિટલ યુગમાં સાયબર સાવચેતતાની મહત્તા પર પ્રકાશ પણ પાડ્યો હતો.
  • AMNS ઈન્ટરનેશનલ સ્કૂલના આચાર્યસુનિતા મટુએ પોતાના ઉદ્દબોધન દરમિયાન સ્પોર્ટ્સ ડેની થીમ પ્રમાણેસંસ્કૃત વાક્ય “પૃથિવ્યાં રક્ષણં સર્વેષાં ધર્મઃ” (પૃથ્વીનું રક્ષણ સર્વનો ધર્મ છે) ના સંદેશા પર ભાર મુક્યો હતો.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

પર્યાવરણના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું

  • “યોગ-નાટ્યમ” દ્વારા નદી સંરક્ષણ, “રિંગ ડ્રિલ્સ”,”સ્ટિક એક્સર્સાઇઝ” અને “વાંસના કાર્યક્રમો” દ્વારા પર્યાવરણનું સંરક્ષણ, શક્તિ અને સહનશીલતાનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • સંકલિત એરોબિક્સ પ્રદર્શન દ્વારા શુદ્ધ હવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
  • દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ ટ્રેક અને ફીલ્ડ ઈવેન્ટમાં પોતાની રમત-ગમતની પ્રતિભા દર્શાવીને કાર્યક્રમોની આનંદિતરૂપ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
  • કાર્યક્રમનો અંત આભારવિધી પર્યાવરણજાળવણીના વિવિધ સૂત્રો”નદીઓ જીવન છે, પ્રદૂષણ બંધ કરોઅને તેને જીવંત રાખો” અને”તમારા અને મારા માટે એક વૃક્ષ વાવો, પૃથ્વીનેહરિયાળી બનાવો”ના ઉચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો :

Iran Unblocks WhatsApp and Google Play: 2 વર્ષ બાદ પ્રતિબંધ હટાવ્યો

તમે આ પણ વાંચી શકો છો :

India’s ICC Champions Trophy 2025 Schedule:ટીમ ઈન્ડિયા મેચોની તારીખ, સમય અને સ્થળ

SHARE

Related stories

Latest stories