Newborn Baby Followup: બે દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં રસ્તા પર થી નવજાત બાળકી મળી આવેલ હતી. તે બાળકીને તરત સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યું હતું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ કતારગામ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને બાળકીના મોટા-પિતાની શોધ ચાલુ કરી હતી. સફળતા મળતા પોલીસે ડોક્ટર સહીત પાંચ લોકોની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી છે.
મુંબઈ થી સુરત માત્ર ડિલિવરી કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અનાર્થ આશ્રમના બહાર થી નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીને રાહદારો દ્વારા સારવાર માટે 108 એમ્બ્યુલન્સના મધ્યમ થી સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જય આ ત્યજી દીધેલી બાળકીનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ હેઠળ કતારગામ પોલિસે બાળકીના મોટા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે વિવિધ cctv ફૂટેજ ચેક કરી હતી જેમાં એક રિક્ષા ચાલક દ્વારા બાળકીના પરિવારને સ્ટેશનથી કતારગામ ઉતાર્યું હોવાની જાણ થઈ હતી.
રિક્ષા ચાલકને પૂછ-પરછ કરતાં જાણવા મળ્યું હતું વારસ મૂળ મહારાષ્ટ્રના દમપત્તિ છે જેની ના બાળક દીકરી દ્વારા લગ્ન પૂર્વેજ કોઈ સાથે સંબંધ રાખતા બાળક રહી ગયું હતું. પરંતુ, દીકરીને 9 મહિના પૂર્ણ થઈ ગયા હતા, જેથી પરિવાર મહારાષ્ટ્રથી સુરત આવીને અહીં ખાનગી ક્લિનિકમાં ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ બાળકીને અનાથ આશ્રમની બહાર મૂકી ફરાર થઈ ગયા હતા.
Newborn Baby Followup: પોલીસે ડોક્ટર સહીત પાંચ લોકોની ધરપકડ કરી
કતારગામ પોલીસે સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગુનાના ભેદ ઉકેળતા કતારગામ પોલીસે ડીલેવરી કરાવનાર ડોક્ટર મહિલા, રીક્ષા ચાલક અને દીકરીના માતા પિતા ની ધરપકડ સહીત પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
Newborn Found On Road: બાળ આશ્રમ રોડ પર એક દિવસની નવજાત બાળકી મળી આવી – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: