HomeGujarat8th class student commits suicide in Surat: સુરતમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની...

8th class student commits suicide in Surat: સુરતમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની આત્મહત્યા – INDIA NEWS GUJARAT

Date:

8th class student commits suicide in Surat: સુરતમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની આત્મહત્યાના પડઘા શમ્યા નથી ત્યાં કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે. ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. INDIA NEWS GUJARAT

વિધાર્થીનીની નોટબુકમાંથી સ્યુસાઇડ મળી હતી

આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. સગીરાએ પોતે સ્યુસાઇડ નોટમાં આ વાત લખી છે. 15 વર્ષીય સગીરાની આત્મહત્યાના ચાર દિવસ પછી કુટુંબીજનોને સ્યુસાઇડ નોટ મળી છે. મૃતકના કુટુંબીજનોએ સગીરાની સ્યુસાઇડ નોટ પોલીસને સોંપી છે. પોલીસે સગીરાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને જામનગર મોકલ્યો છે. દરમ્યાન પરિવારજનોને આ વિદ્યાર્થિનીની નોટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે. તે મને હંમેશાં ટોર્ચર કરતાં. ઘડી-ઘડી સંભળાવતા અને મને હાથ દેખાડતા, પાસ નકામી કરી. હું આ બધું સહન નહીં કરી શકું એટલે મેં આ પગલું ભર્યું હોવાનું લખાણ સામે આવ્યું હતું. વિશ્વાના પિતા સવજી ગાભાભાઇ પરમાર સ્યૂસાઇડ નોટ લઇને ભીમાસર પોલીસ મથકે પહોંચ્યા હતા. ગઇકાલે ભચાઉ પ્રાંત સહિતની હાજરીમાં કિશોરીની લાશ બહાર કાઢવામાં આવી હતી અને ફોરેન્સિક પી.એમ. માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી.

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories