HomeSurat News4 Year Old Kidnapped: સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ, બાળકીનું અપહરણ કરનારને...

4 Year Old Kidnapped: સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ, બાળકીનું અપહરણ કરનારને પોલીસે ગિરફતાર કર્યો – INDIA NEWS GUJARA

Date:

4 Year Old Kidnapped: નરાધમ દ્વારા વધુ એક બાળકીને પીંખી નાખવાની ઘટના પ્રકાસમાં આવી છે. સાડા 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકીને શોધી કાઢી હતી. બાળકી લોહી લુહાણ હાલતમાં મળતા પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ પોલીસને થતા પોલીસે બાળકીનું અપહરણ કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની શોધખોળ કરવામાં આવી હતી.

બાળકીનું પરિવાર જરી ઉદ્યોગમાં કરેછે મજૂરી કામ

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ પંડોળ વિસ્તાર માંથી એક સાડા ચાર વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્યારે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ચોક બજાર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકીની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

4 Year Old Kidnapped: બાળકી મળી આવતા તેને હોસ્પિટલ ખસેડાઇ

તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું હતું અને અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક નરાધમ બાળકીનું અપહરણ કરી લઈ જતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમને બાળકી ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી લોહી લુહાણા હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ચોકબજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનારા અંકિત ઓમ પ્રકાશ ગૌતમ નામના નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડોક્ટરની તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા તાત્કાલિક જ પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની શોધખોળ કરવામાં આવી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે અને બાળકીના ઘરથી અખંડાનંદ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને અવાવરું જગ્યાઓ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન બાળકીના કપડા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ અંકિત ઓમ પ્રકાશ ગૌતમની ધરપકડ કરી હતી.

તમે આ પણ વાંચી શકો છો:

Vikrant Masseyએ કારકિર્દીના શરૂઆતી તબક્કા વિશે કર્યો ખુલાસો, દર મહિને 35 લાખ રૂપિયા કમાવા છતાં ટીવી છોડી દીધું

તમે આ પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Latest stories