HomeSurat News2 Year Old Abducted: શ્રમજીવી પિતાની અઢી વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસ દ્વારા...

2 Year Old Abducted: શ્રમજીવી પિતાની અઢી વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસ દ્વારા તરત એક્શન – INDIA NEWS GUJARAT

Date:

2 Year Old Abducted: સુરતના ખટોદરા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા શ્રમજીવીની અઢી વર્ષની બાળકી રમતા-રમતા ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા ખટોદરા પોલીસ દોડતી થઈ હતી. જોકે પોલીસે સ્થાનિક વિસ્તારના 40થી વધુ અને શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના CCTV ફૂટેજના સર્વેલન્સના આધારે પાંચેક કલાકમાં બાળકી સાથે અપહરણકારને પણ પકડી પાડ્યો હતો.

બાળકીને લઈને પિતા નીકળ્યા હતા કામધંધે

ખટોદરામાં રહેતી અઢી વર્ષની બાળકીની માતાનું અવસાન થયું હોવાથી તેના પિતા રોજ પોતાની સાથે લઇ જતા હતા. ભંગારનો વેપાર કરતા પિતા દીકરીને લઇને ભંગારની લારી સાથે નીકળ્યા હતા. સવારે પિતા-પુત્રી જીત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલી ખાડી કિનારે આવ્યા હતા. આ સમયે કોઇ કામ હોવાથી પિતા દીકરીને પોતાની લારી પાસે મૂકીને ગયા હતા. પિતા પરત આવતા બાળકી ગાયબ હતી. જેથી તેણે ખટોદરા પોલીસમાં ફરિયાદ કરી હતી.

2 Year Old Abducted: 40 CCTV કેમેરા તપાસી પોલીસે બાળકીને હેમખેમ છોડાવી

ખટોદરા અને પાંડેસરા પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. 40 સીસીટીવી ચેક કર્યા અને બાતમીદારો કામે લગાવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતાં તરત એક્સનમાં આવેલી પોલીસે તમામ પ્રયાસોના અંતે બાળકી સાથે આરોપી વિક્રમ બડેલાલ યાદવને પકડી પાડ્યો હતો. પોલીસ પુછપરછમાં વિક્રમે બાળકી પોતાની દીકરી જેવી લાગતા લઇ ગયો હોવાની કબુલાત કરી હતી. આ મામલે ખટોદરા પોલીસ ગુનો નોંધ્યો છે. ભંગારનો ધંધો કરતા શ્રમજીવીની અઢી વર્ષની બાળકી રમતા-રમતા ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા ખટોદરા પોલીસ દોડતી થઈ હતી.

ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા તરત એક્શન

આ અંગે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ખટોદરા પોલીસે ગંભીરતાથી લઈ તુરંત જ ઉપરી અધિકારીઓને જાણ કરી દીધી હતી. તેથી પાંડેસરા પોલીસ સ્ટેશન અને ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ પાંચ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. જે અંતર્ગત પોલીસે સ્થાનિક વિસ્તારના 40 થી વધુ ખાનગી CCTV અને પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના CCTV ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી હતી.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં બાળકીનો ફોટો તેમજ માસૂમને લઈ જનારના CCTV ફૂટેજના સ્ક્રીન શોર્ટ સહિતનો ફોટો વાયરલ કયો હતો. જેને કારણે પોલીસને બાળકી અંગે માહિતી મળતા બાળકીનો હેમખેમ કબ્જો લઇ માસૂમનું અપહરણ કરનાર યુપીવાસી 48 વર્ષીય વિક્રમ બડેલાલ યાદવને ઝડપી પાડયો હતો.

તમે યા પણ વાંચી શકો છો:

Virat Kohli Son: શું વિરાટ-અનુષ્કાના બાળકને યુકેની નાગરિકતા મળશે? જાણો શું કહે છે નિયમો – INDIA NEWS GUJARAT

તમે યા પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Latest stories