HomeSportsYoga instructor Smita created a world record - યોગ પ્રશિક્ષક સ્મિતાએ સમકોણાસનમાં...

Yoga instructor Smita created a world record – યોગ પ્રશિક્ષક સ્મિતાએ સમકોણાસનમાં વિશ્વવિક્રમ સર્જાયો!-INDIA NEWS GUJARAT

Date:

અકલ્પનીય સફળતા મેળવવામાં અદાણી સ્પોર્ટ્સ લાઈનનો મહત્વનો રોલ: સ્મિતા

Yoga instructor Smita created a world record ,અમદાવાદ સ્થિત અદાણી કંપનીમાં ફરજ બજાવતી યોગ પ્રશિક્ષકે સમકોણ યોગાસનમાં વિશ્વવિક્મ સર્જ્યો છે. યોગા ટ્રેનર સ્મિતા કુમારીએ 3.10 કલાક અને 12 સેકન્ડ સુધી એક સરખો પોઝ આપીને રેકોર્ડ કર્યો છે. અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આવો રેકોર્ડ બનાવનાર સ્મિતા સૌપ્રથમ મહિલા છે. મૂળ રાંચીની સ્મિતાએ અમદાવાદમાં સમકોણાસનની મુદ્રામાં રહી અનોખી સફળતા હાંસલ કરી છે.

વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સ્મિતાની સફર ખૂબ જ રોચક

વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સ્મિતાની સફર ખૂબ જ રોચક રહી છે. રાંચી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક સ્મિતા સ્નાતકોત્તર માટે પ્રયત્નરત હતી, તેવામાં એક વર્ષ બચાવવા તેણે યોગ વિજ્ઞાનમાં ડિપ્લોમા કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ત્યાર બાદ તેનીં કારકિર્દી અને જીવન બદલાઈ ગયું.

સ્મિતા કુમારીએ 3.10 કલાક અને 12 સેકન્ડ સુધી એક સરખો પોઝ આપીને રેકોર્ડ કર્યો

સમકોણાસન મુદ્રામાં રહેવું સરળ નથી હોતું, તેમાં શરીરને કાટકોણ સ્થિતીમાં રાખવાનું હોય છે. જો કે, યોગ, બેલે, નૃત્ય, જિમ્નેસ્ટિક્સ અને માર્શલ આર્ટ જેવી શાખાઓમાં નિપુણતા માટે તે એક નિયમિત પ્રેક્ટીસ હોય છે. તે જણાવે છે કે “પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન હું માત્ર 16 મિનિટ જ સ્થિર રહી શકી હતી અને મારા પ્રેક્ટિસ સેશનના 10મા દિવસે હું એક કલાક સુધી પોઝીશનમાં રહી શકી હતી,”

અદાણી સ્પોર્ટ્સલાઈને મને નાણાંકીય સહાયથી લઈને પ્રોત્સાહન આપવા સુધીનું કામ કર્યું છે:સ્મિતા 

સ્મિતાને આ વિક્રમ સર્જવામાં અદાણી સ્પોર્ટ્સલાઈને ખૂબ જ મદદ કરી છે. તે જણાવે છે કે સ્પોર્ટ્સલાઈને મને નાણાંકીય સહાયથી લઈને પ્રોત્સાહન આપવા સુધીનું કામ કર્યું છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની ટીમ, ઇન-હાઉસ ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયેટિશિયને મને ઈવેન્ટના દિવસ સુધી ઝીણવટપૂર્વક યોજના બનાવવામાં મદદ કરી હતી”.
સ્મિતા ઉમેરે છે કે “ઓફિસમાં મને શ્રેષ્ઠ ચીયરલીડર્સ મળ્યા છે અને મને આ એક અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા બદલ હું હંમેશા તેમની આભારી રહીશ.”

આ પણ વાંચો :  Tata Technologies:IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો-India News Gujarat

આ પણ વાંચો : No Claim Bonus શું છે? તેનો લાભ કોને , ક્યારે અને કેવી રીતે મળે છે, જાણો વિગતવાર-India News Gujarat

 

SHARE

Related stories

Latest stories