World Cup Record :મિતાલી રાજની વધુ એક સિદ્ધિ
World Cup-‘કરો યા મરો’ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી સ્મૃતિ મંધાના (71), શેફાલી વર્મા (53) અને મિતાલી રાજ (68)એ અડધી સદી ફટકારી હતી, જ્યારે હરમનપ્રીત કૌરે 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
શાનદાર ઇનિંગ સાથે મહિલા વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ
દક્ષિણ આફ્રિકા તરફથી ઈસ્માઈલ અને ક્લાસને 2-2 વિકેટ મળી હતી. મિતાલી રાજે 68 રનની આ શાનદાર ઇનિંગ સાથે મહિલા વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.
વર્લ્ડ કપ રેકોર્ડ
મિતાલી રાજ હવે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. મિતાલીના નામે મહિલા વર્લ્ડ કપમાં હવે 1321 રન છે, તે ન્યૂઝીલેન્ડની ડેબી હોકલીથી પાછળ છે, જેણે વર્લ્ડ કપમાં તેના નામે 1501 રન બનાવ્યા છે.મિતાલીએ ઝડપી બોલર નટ સાઈવરના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો અને આ કામ તેના માટે ઇતિહાસ રહ્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે સૂજી બેટ્સ છે જેણે 7849 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં તે વન-ડેમાં 6,000 રન નોંધાવનારી પ્રથમ મહિલા બેટર બની હતી અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી
આ પણ વાંચો : Petrol Diesel Price Hike: સાત દિવસમાં પાંચ વખત Petrol Diesel માં ભાવ વધારો ઝીંકાયો – India News Gujarat
આ પણ વાંચો : Gujarat Board exams begin: ગુજરાત બોર્ડની પરિક્ષાઓ શરુ – India News Gujarat