Virat Kohali સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ખેલાડી બન્યો
Virat Kohali – વિશ્વભરમાંથી સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારત તરફથી આ યાદીમાં માત્ર કિંગ વિરાટ કોહલી (Virat Kohali) જ સ્થાન મેળવવામાં સફળ થયા છે. Virat Kohali હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમી રહ્યો છે.
કોહલીનું ફોર્મ અત્યારે ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. આરસીબીની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમવા છતાં કોહલી કમાણીના મામલામાં ટોપ પર છે. કમાણીની બાબતમાં કોઈ સ્પર્ધામાં નથી. Virat Kohali, Latest Gujarati News
ટોચના 100 ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી છે
એક સ્પોર્ટ્સ મેગેઝીને ટોપ 100 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં માત્ર એક ભારતીય ખેલાડીનું નામ સામેલ છે. આ યાદીમાં વિરાટ કોહલી 61માં નંબર પર છે. કોહલીની એક વર્ષમાં કમાણી 261 કરોડ રૂપિયા છે. આ જાહેરાતોમાંથી કોહલીએ 238 કરોડની કમાણી કરી છે.
કોહલી 30 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનું સમર્થન કરે છે. તે જ સમયે, સૌથી વધુ કમાણી કરનારા 36 ખેલાડીઓમાં બાસ્કેટબોલ, 25 ફૂટબોલ, 13 સોકર, 12 બેઝબોલ, 4 ગોલ્ફ, 3 ટેનિસ, 2 રેસિંગ, 2 બોક્સિંગ, 1 ક્રિકેટ અને 1 MMA છે. Virat Kohali, Latest Gujarati News
લેબ્રોન જેમ્સ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો
લેબ્રોન જેમ્સે ગયા વર્ષે 127 મિલિયન ડોલરની કમાણી કરી હતી. તે લોસ એન્જલસ માટે એનબીએમાં રમે છે. હાલમાં તે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. સૌથી વધુ કમાણી મામલે લિયોનેલ મેસ્સી બીજા નંબર પર છે. મેસ્સીની કુલ સંપત્તિ 122 મિલિયન ડોલર છે. રોજર ફેડરર આઠમા સ્થાને અને લુઈસ હેમિલ્ટન 19મા ક્રમે છે. Virat Kohali, Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – Brendon Mccullum IPL છોડશે, ઈંગ્લેન્ડનો કોચ બનશે – India News Gujarat