ક્રિકેટની દુનિયાના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર આજે 51 વર્ષના થયા. આજે 24 એપ્રિલ ના દિવસે સચિન 51 વર્ષના થતા તેમના ચાહકો દ્વારા તેમને શુભેચ્છાઓ મળી રહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને એમના જન્મ દિવસે શુભેચ્છા પાઠવતા સર વિવિયન રિચર્ડસે સચિનને બેટિંગના ભગવાન તરીકે યાદ કર્યાં હતા. શુભેચ્છાના વીડિઓમાં રિચર્ડસે સચિન ને બિરદાવતા વન ડે વર્લ્ડ કપ 2011 માં ભારતની ભવ્ય જીતને યાદ કરી હતી. જીવંત દંતકથા સમાન રિચર્ડસ પોતે ક્રિકેટના મહાન ખેલાડી કહેવાય છે. ત્યારે તેમના દ્વારા સચિનને ક્રિકેટ બેટિંગના ભગવાન તરીકે યાદ કરવા આવ્યા તેની પ્રશંશા થઈ રહી છે.
2011 ના વન ડે વર્લ્ડ કપ પહેલાં વિવિયન રિચર્ડસ બોલેલા કે ભારતે સચિન તેંડુલકરના માન માટે પણ આ વન ડે સિરીઝ જીતવી જ જોઈએ. પોતે વેસ્ટ ઈન્ડિઝના હોવા છતાં સચિન ખાતર તેમને ભારતની જીતની કામના કરી હતી. ત્યારે વિશ્વ ભરના ક્રિકેટ ચાહકોએ રિચર્ડસને પ્રશ્ન કર્યો હતો કે તમે પોતે મહાન બેટ્સમેન છો ત્યારે તમે સચિનને કેમ બિરદાવો છો. રિચર્ડસનો જવાબ હતો કે મેં બ્રેડમેનને પણ બેટિંગ કરતા જોયા છે. મેં સચિનને બેટિંગ કરતા જોયો છે. તે ખરેખર સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. સચિન ભારતની ટિમ માટે આઘાર સ્થંભ બેટ્સમેન છે અને તેને માટે આ છેલ્લો ચાન્સ છે. ત્યારે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ માં ભારતે આ વર્લ્ડકપ જીતી ક્રિકેટના ભગવાન ને વિદાઈ આપી હતી.
આજે સચિનની 51મી વર્ષગાંઠે ક્રિકેટના ચાહકો માટે આ ઘટનાને યાદ કરી સચિનને લાખો લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં 48.52 ની એવરેજથી 34357 રન પોતાને નામે નોંધાવ્યા છે. ઉપરાંત તેંડુલકરે 100 શતક અને 164 અર્ધશતક પણ પોતાની યશકલગીમાં નોંધાવ્યા છે. હાલ માં જ સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે કાશ્મીરની સહેલગાહે જઈ આવ્યા હતા.
તેમને પોતાની “કાશ્મીર ડાઈરીસ” મન કાશ્મીરના કુદરતી સૌંદર્ય , આગતા સ્વાગતા અને સ્મરણીય યાદોને વર્ણવી હતી.
સચિન તેંડુલકર AI ડીપફેકના ભોગ બન્યા હતા
ક્રિકેટની દુનિયાના જીવંત દંતકથા સમાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને સન્માન મેળવનાર ભારતિય ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI ડીપફેકના ભોગ બન્યા હતા. એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયા માધ્યમ પર સચિન હાલમાં જ એક ડીપફેક વિડિઓમાં એક મોબાઈલ એપ્લિકેશનનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા હતા. જેને સચિને ટેક્નોલોજીના દુરુપયોગ તરીકે જણાવી આ વિડિઓ પ્રત્યે પોતાનો અણગમો દર્શાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અપીલ કરી હતી કે પ્રસિદ્ધ સેલિબ્રિટીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI ડીપફેક ટેક્નોલોજીના ભોગ ના બને તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મો એ કાળજી લઈ આવું ના થાય તે માટે સતર્ક રહેવું જોઈએ. સચિન તેંડુલકર ને તેમના જન્મ દિવસે લાખો લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શુભેચ્છા પાઠવી છે.