RR VS PBKS: IPLની 16મી સિઝનની 66મી મેચ આજે ધર્મશાલા સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. તમને જણાવી દઈએ કે, બંને ટીમો વચ્ચે આ સિઝનની આ છેલ્લી મેચ હશે. આવી સ્થિતિમાં પંજાબની સાથે રાજસ્થાન પણ જીત સાથે સિઝનનો અંત કરવા ઈચ્છશે. જેથી ટીમ આગામી સિઝનમાં નવી ઉર્જા સાથે કમબેક કરી શકે.
પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ
અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાં રાજસ્થાનની ટીમે 6માં જીત અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો આપણે પંજાબ કિંગ્સ વિશે વાત કરીએ, તો તેઓ અત્યાર સુધીમાં એટલી જ મેચ રમી ચૂક્યા છે અને તેમને 6માં જીત અને 7માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમાં બંને ટીમોના 12-12 પોઈન્ટ છે, જ્યારે પોઝીશનની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ 6માં જ્યારે પંજાબ કિંગ્સ 8મા ક્રમે છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, શિમરોન હેટમાયર, જો રૂટ, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, રવિચંદ્રન, રવિચંદ્રન , યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા, જેસન હોલ્ડર, ડોનોવન ફરેરા, કુણાલ રાઠોર, એડમ ઝમ્પા, કેએમ આસિફ, મુરુગન અશ્વિન, આકાશ વશિષ્ઠ અને અબ્દુલ પીએ.
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, મેથ્યુ શોર્ટ, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, ગુરનૂર સિંહ બ્રાર, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગિસો રબાડા, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર, સેમ કુરન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કાવેરપ્પા, મોહિત રાઠી, શિવમ સિંહ.