Mr and Miss Asia 2024: સુરત શહેરની 22 વર્ષીય દિશા પાટીલે મિસ્ટર એન્ડ મિસ એશિયા 2024 માં સિલ્વર મેડલ હાસિલ કરી દીકરીઓ માટે પ્રેરણા બની છે. આ અંગે દિશા પાટીલે ઇન્ડિયા ન્યુઝને મુલાકાત આપી માહિતી આપી હતી.
શરીરને ફીટ રાખવા માટે જીમ જોઈન કર્યું હતું
સુરતની આશરે 22 વર્ષની દીકરી દિશા પાટીલ છેલ્લા ઘણા સમયથી નવાગામ ડીંડોલી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. આશરે બે વર્ષ અગાઉ તેને પોતાના શરીરને ફીટ રાખવા માટે જીમ જોઈન કર્યું હતું. ત્યારે તેને કોઈ રમતમા કે અન્ય કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવાની ઈચ્છા ના હતી. પરંતુ પોતાના શરીરને લઈ બોડી બનાવવાની ઘેલછા એ આજે દિશા પાટીલને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડી દીધી છે.
Mr and Miss Asia 2024: બોડી બિલ્ડિંગમાં કેરિયર બનાવવાનું વિચાર્યું
મહારાષ્ટ્રની દીકરીએ જ્યારે બોડી બિલ્ડિંગમાં કેરિયર બનાવવાનું વિચાર્યું ત્યારે તેના પરિવારે તેનો ઘણો વિરોધ કર્યો હતો. પરંતુ દીકરીની જીદ ની આગળ પરિવાર પણ નતમસ્તક થયું અને અંતે દીકરીના સપોર્ટમાં ઉતર્યા. આજે દિશા પાટિલે દિલ્હી જઈ મિસ્ટર એન્ડ મિસ એશિયા 2024 માં સિલ્વર મેડલ હાંસિલ કરી દીકરીઓ માટે એક પ્રેરણા બની ગઈ છે. દિશા પાટીલે જ્યારે બે વર્ષ અગાઉ તેણે શરીર ઉપર ધ્યાન આપવા માટે જીમ જોઈન કર્યું ત્યારે તે તેના કોચ અને અન્ય મિત્રો સાથે કોમ્પિટિશન અને બોડી બિલ્ડીંગની રમત જોવા ગઈ હતી. ત્યારે તેને વિચાર્યું કે જો યુવકો આ રીતના કરી શકતા હો તો અમે છોકરીઓ કેમ નહીં? ત્યારબાદ તેને તેના કોચ અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું કે જે રીતે અમે યુવકો કરી શકીએ છીએ તે રીતે છોકરીઓ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે.
દિશા પાટિલે સિલ્વર મેડલ હાંસલ કર્યું
તેને વિચાર્યું કે હું પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈશ અને પોતાના પરિવારના નામની સાથે સાથે દેશનું પણ નામ રોશન કરીશ. ત્યારે તેને પોતાના શરીર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને શરૂઆત માં દક્ષિણ ગુજરાત તરફ થી ભાગ લીધો ત્યારબાદ ગુજરાત લેવલ પર પછી ભારત લેવલ પર અને અંતે 24 ફેબ્રુઆરીના રોજ એશિયા તરફ થી રમી સિલ્વર મેડલ લઈ ભારત ની સાથે સાથે ગુજરાત અને સુરતનું નામ પણ રોશન કર્યું છે ત્યારે દિશા પાટિલે ઇન્ડિયા ન્યુઝ ગુજરાત સાથે વાતચીત કરી વધુ માહિતી આપી હતી.
દેશ માટે સિલ્વર મેડલ લાવનાર દિશા પાટીલે દેશ,રાજ્ય અને સુરતને ગૌરવ અપાવ્યું છે.દિશાએ સાબિત કરી બતાવ્યું છે કે દીકરી પણ દીકરાની જગ્યા લઈ શકે છે અને પરિવારને ગૌરવ અપાવી શકે છે.
તમે આ પણ વાંચી સકો છો :
Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ
તમે આ પણ વાંચી સકો છો :
Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT