IPL 2022: ‘તે મારી રમત જાણે છે’, Lalit Yadav નુ Axar Patel લઇને નિવેદન-India News Gujarat
- IPL 2022: દિલ્હી કેપિટલ્સ(DC) ટીમના યુવા ખેલાડી લલિત યાદવે (Lalit Yadav) મુંબઈ ઇન્ડિયન્સ (MI) ટીમ સામે 38 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમી હતી.
- દિલ્હી(DC) ટીમે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈને(MI) માત આપી હતી.
- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022ની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ હતી.
- જ્યાં દિલ્હીએ(DC) પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રોમાંચક જીત મેળવી હતી.
- દિલ્હી કેપિટલ્સના(DC) સુકાની ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની (MI) ટીમે શાનદાર બેટિંગ કરીને દિલ્હીને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- બીજી તરફ 178 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી (DC) તરફથી ઓપનર પૃથ્વી શો અને ટિમ સેફર્ટે પણ ટીમને સારી શરૂઆત અપાવી હતી.
- જો કે, દિલ્હીની(DC) ટીમ સતત વિકેટો ગુમાવતી રહી, જેના કારણે એક સમયે તેમના માટે મેચ જીતવી મુશ્કેલ બની રહી હતી.
- આ પછી બેટિંગ કરવા આવેલા ઓલરાઉન્ડર લલિત યાદવે(lalit yadav) ટીમની કમાન સંભાળી અને તેણે અક્ષર પટેલ સાથે ટીમ માટે મહત્વની ભાગીદારી કરી.
- લલિત યાદવે (lalit yadav38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 48 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
- બીજી તરફ, અક્ષર પટેલે(Axar Patel) માત્ર 17 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રન બનાવીને મેચનો માહોલ બદલી નાખ્યો હતો.
IPL 2022: “જ્યારે અક્ષર બીજા છેડે હોય ત્યારે મને ખૂબ જ સારૂ લાગે છે” – લલિત યાદવ
- મેચ બાદ લલિત યાદવે (Lalit Yadav) પોતાની ઇનિંગ વિશે કહ્યું કે, “હું ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમી રહ્યો હતો.
- બીજી તરફ વિકેટો પડતી રહી હતી પણ મેં મારી રમત પર વિશ્વાસ રાખવાનું નક્કી કર્યું અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો.
- ક્રિકેટમાં તમને ખબર નથી કે ક્યારે શું થશે.
- અંતે, અમે 19મી ઓવરમાં જ રમત પૂરી કરી.
- અક્ષર પટેલ (Akshar Patel) વિશે તેણે કહ્યું કે, “જ્યારે અક્ષર પટેલ પીચની બીજી બાજુ હોય ત્યારે હું ખૂબ જ સહજ અનુભવું છું.
- તે મારી રમત જાણે છે અને તે પણ જાણે છે કે હું કેવી રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું.
- અમે બંનેએ વિકેટ બચાવવાનો નિર્ણય લીધો હતો. અમે જાણતા હતા કે જો અમે રમતા રહીશું અને છેલ્લી ઓવર પહેલા મેચ જીતીશું
તમે પણ આ વાંચી શકો છો –
IPL 2022-સંજુ સેમસનની ટીમ Rajasthan Royals પાસે ચેમ્પિયન બનવા માટેના છે દરેક હથિયાર
તમે પણ આ વાંચી શકો છો –
IPL2022- દિલ્હી કેપિટલ્સ દિગ્ગજ ખેલાડી શરૂઆતની મેચોમાં ના રમે