ભારતે કાળીચૌદશે કર્યો હારનો કકળાટ દૂર
Ind Vs Pak : પાકિસ્તાન સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાને 160 રનનો ટાર્ગેટ મળ્યો છે. ખાસ જેમાં ટીમે પહેલી વિકેટ કેએલ રાહુલના રૂપમાં ગુમાવી હતી. આ સાથે જ કેએલ રાહુલને 4 રને નસીમ શાહે બોલ્ડ કર્યો હતો. તો બીજી બાજુ હારિસ રઉફે કેપ્ટન રોહિત શર્માને 4 રને આઉટ કર્યો હતો. જો કે ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને સૂર્યા 15 રને જ્યારે અક્ષર 2 રને રનઆઉટ થયો હતો. Ind Vs Pak, Latest Gujarati News
તમામ પ્લેયર્સનું રહ્યું મહત્વનું યોગદાન
આ સિવાય અગાઉ ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. તો પાકિસ્તાન તરફથી સૌથી વધુ ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન ફટકાર્યા હતા માત્ર એટલું જ નહીં તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તો શાન મસૂદે 5 ચોગ્ગાની મદદથી 42 બોલમાં 52 રન કર્યા હતા. Ind Vs Pak, Latest Gujarati News
આખરી ઓવરમાં અતિ રસરપ્રદ
આમ ભારતે આખરી ઓવરમાં અતિ રસરપ્રદ રસાકસીમાં છેલ્લા બોલમાં જ્યારે 2 રનની જરૂર હતી ત્યારે શાંતિ જાળવી એક વાઈડ જવા દિધો અને ત્યારબાદ છેલ્લા બોલમાં ચોક્કો ફટકારી દેશવાસીઓને દિવાળીની ગિફટ આપી ખુશખુશાલ કરી દીધા. આમ કાળીચૌદશે જાણે કકળાટ દુર કર્યે તેમ હારનો કકળાટ દુર કરી દિવાળીની ગિફ્ટ આપી હતી. Ind Vs Pak, Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – T20 World Cup 2022 Ind vs Pak: ભારત ટોસ જીતી, પહેલા બોલિંગ કરશે- India News Gujarat