સિક્સરના મામલામાં MS Dhoni ના નામે ઘણા મોટા રેકોર્ડ્સ
IPL માં સૌથી વધુ સિક્સર મારવાના મામલે ક્રિસ ગેલ બેશક નંબર વન પર છે, પરંતુ સિક્સરના મામલામાં MS Dhoni ના નામે ઘણા મહાન રેકોર્ડ પણ નોંધાયેલા છે. આમાંનો એક રેકોર્ડ આઈપીએલ મેચોમાં છેલ્લી ઓવરમાં એટલે કે 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ છે.
સૌથી વધારે છક્કા મારનાર MS Dhoni
IPLમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં જો આપણે 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની વાત કરીએ તો CSK ટીમના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)નું નામ પહેલા નંબર પર આવે છે.
અત્યાર સુધી 4746 રન બનાવ્યા
CSK ટીમના કેપ્ટન MS Dhoni ની વાત કરીએ તો તેણે અત્યાર સુધી આ લીગમાં 220 મેચમાં 39.55ની એવરેજથી 4746 રન બનાવ્યા છે. MS Dhoniએ આ મેચોમાં 23 અડધી સદી ફટકારી છે અને તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન છે. ધોનીએ આ મેચોમાં 325 ચોગ્ગા અને 219 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચોઃ Gold Silver Price Today 21 March 2022 देश में आज सोने चांदी की कीमत इस प्रकार