HomeSpiritualYaha Mogi Mata: કુળદેવી માતાના મેળાની તડામાર તૈયારી, પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ...

Yaha Mogi Mata: કુળદેવી માતાના મેળાની તડામાર તૈયારી, પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક – INDIA NEWS GUJARAT

Date:

Yaha Mogi Mata: નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવમોગરા માતાના દર્શનાર્થે આવે છે. એવામાં આગામી તા. ૮ થી ૧૨ માર્ચ, દરમિયાન દેવમોગરા ખાતે મહા શિવરાત્રી નિમિત્તે યાહા મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર દેવમોગરા માઈ મંદિર ખાતે કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

દેવમોગરા ખાતે સ્થળનું રૂબરૂ નિરિક્ષણ કરાયું

આગામી તા. ૮ થી ૧૨ માર્ચ, દરમિયાન દેવમોગરા ખાતે મહા શિવરાત્રી નિમિત્તે યાહા મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું. પરંપરાગત ભાતીગળ મેળાની થનારી ભવ્ય ઉજવણી ભાગરૂપે આયોજિત બેઠકમાં વહિવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી, પાર્કિંગ, વીજળી, આરોગ્ય, વાહનો સહિત એસ.ટી. બસોના રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દેવમોગરા પવિત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક સ્વચ્છતા, સેવા સહિત યાત્રાળુઓ માટે સ્નાન-સેનિટેશન, સીસીટીવી સહિત સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.

Yaha Mogi Mata: ૪૦૦ થી વધુ સ્વયંસેવકો આવનાર શ્રદ્ધાળુને સેવા આપશે

આ પ્રસંગે દેવમોગરા સંસ્થાના ઉપપ્રમુખ નાનસિંગભાઈ વસાવા જણાવ્યું કે, દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને માતાના દર્શન કરે છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ ખુબ પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. વધુમાં વસાવાએ ઉમેર્યુ કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવનાર દર્શનાર્થીઓ સાથે સરળ સંવાદ સાધવા શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના ૪૦૦ થી પણ વધુ સ્વયંસેવકો સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સુવિધા અને સેવાઓ પુરી પાડશે.

આ બેઠકમાં નાયબ પ્રોટોકોલ કલેકટર એન. એફ. વસાવા, નાયબ પોલીસ અધિક્ષક સરવૈયા, દેડીયાપાડા પ્રાંત અધિકારી ડી.આર. સંગાડા, દેડીયાપાડા-સાગબારાના મામતદાર શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ, સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધીરસીંગભાઈ વસાવા, મંત્રી કાંતીભાઇ કોઠારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

તમે આ પણ વાંચી શકો છો:

Tanya Singh Case Update : IPL ક્રિકેટરની પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ, તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં ક્રિકેટરની પૂછપરછ – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories