Narasimha Jyanti:વૈશાખ મહિનાના સુદપક્ષની ચૌદશ તિથિને નરસિંહ ચૌદશ તરીકે ઊજવવામાં આવે છે.
Narasimha Jayanti : ધર્મ ગ્રંથો પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને દૈત્યોના રાજા હિરણ્યકશિપુને માર્યો હતો. આ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંથી ચોથો છે. આ વર્ષે આ પર્વ 25 મે, મંગળવારે છે.આ દિવસે ભગવાન નૃસિંહને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે.
Narasimha Jayanti : ભગવાન નરસિંહની પૂજામાં ચંદનનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનું રૌદ્ર સ્વરૂપ છે. માટે જ, તેમના ગુસ્સાને ઓછો કરવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે. ચંદન ઠંડક પહોંચાડે છે. જેથી તેનો ઉપયોગ પૂજામાં ખાસ કરીને કરવામાં આવે છે.
Narasimha Jayanti :દૈત્યોના રાજા હિરણ્યકશિપુ પોતાને ભગવાનથી પણ વધારે બળવાન માનતો હતો. તેને મનુષ્ય, દેવતા, પક્ષી, પશુ, દિવસ નહીં, રાત નહીં, ધરતી ઉપર નહીં, આકાશમાં નહીં, અસ્ત્રથી નહીં કે શસ્ત્રથી પણ મૃત્યુ પામે નહીં તેવું વરદાન પ્રાપ્ત હતું. તેના રાજ્યમાં તે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરતાં હતાં, તેમને સજા મળતી હતી. તેના પુત્રનું નામ પ્રહલાદ હતું.
Narasimha Jayanti :પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતાં. આ વાત જ્યારે હિરણ્યકશિપુને જાણ થઇ ત્યારે પહેલાં તેમણે પ્રહલાદને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પ્રહલાદ માન્યા નહીં ત્યારે હિરણ્યકશિપુએ તેને મૃત્યુદંડ આપ્યો હતો. પરંતુ દર વખતે ભગવાન વિષ્ણુના ચમત્કારથી તે બચી ગયાં. હિરણ્યકશિપુની બહેન હોલિકા, જેને અગ્નિથી પણ બળી શકે નહીં તેવું વરદાન પ્રાપ્ત હતું. તે પ્રહલાદને લઇને અગ્નિમાં બેસી ગઇ. ત્યારે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયાં અને હોલિકા બળી ગઇ. જ્યારે હિરણ્યકશિપુ સ્વયં પ્રહલાદને મારવાના હતાં, ત્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લઇને થાભલામાંથી પ્રકટ થયા અને તેમણે પોતાના નખથી હિરણ્યકશિપુનો વધ કરી દીધો.
આ પણ વાંચો :AC અને કૂલરના ભાવ વધ્યા:AC And Cooler Prices Go Up:INDIA NEWS GUJARAT
આ પણ વાંચો :ભગવાન બુદ્ધનો Buddha જન્મ આ દિવસે થયો હતો, પાણીનું દાન અવશ્ય કરો -India News Gujarat