HomeSpiritualMaha Shivratri: સુરતના ભેસ્તાન વિસ્તારમાં શિવલિંગ પર નાગરાજના દર્શન - INDIA NEWS...

Maha Shivratri: સુરતના ભેસ્તાન વિસ્તારમાં શિવલિંગ પર નાગરાજના દર્શન – INDIA NEWS GUJARAT

Date:

Maha Shivratri: શિવજીની ઉપાસના ના પવિત્ર દિન તરીકે આજે સમગ્ર વિશ્વમાં મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે. લોકો આજના દિવસે શિવજીને રીઝવવા કાઇપણ કરવા તૈયાર હોય છે ત્યારે શિવજીના અતિપ્રિય એવા શર્પ એટલેકે નાગ દેવતા પણ આજના દિવસે પ્રભુ ભોળાનાથના દર્શને પધાર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Maha Shivratri: નાગદાદાને દૂધ પીવડાવી સેવા કરવામાં આવી

સુરતના ભેસ્તાન ખાતે આવેલા શિવ મંદિરમાં અનોખો ચમત્કાર થવા પામ્યો હતો. અહિયાં આવેલા તુલજા ભવાની મંદિર ખાતે આવેલા શિવ મંદિર ખાતે નાગરાજ ખુદ પ્રભુ ભોલે શંકરના દર્શને પધાર્યા હતા. નાગદેવતા પોતે શિવ મંદિરે આવતા ત્યાં હજાર ભક્તોએ નાગડાને રસ્તો આપી દીધો હતો અને એમને જેરીતે વિચરવું હોય એ રીતે જવાદેતાં તેઓ દરવાજાની જાળી સાથે લપેટાઈને સૌપ્રથમ જગ્યા જોઈને આખરે જ્યાં શિવલિંગ સ્થાપિત કરાયું છે ત્યાં પહોંચીને શિવલિંગ સાથે લપેટાઈ ગયા હતા અને ભગવાનને આલિંગન કરતાં હોય એમ લાંબા સમય સુધી શિવલિંગ સાથે રહ્યા હતા,, આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌભકતો પણ અચંબિત થઈ ગયા હતા. નાગરાજ ખુદ જ્યારે શિવ દર્શને આવ્યા હોય સૌભકતો એ શિવ દર્શન સાથે સાક્ષાત નાગરાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

શિવ મંદિરમાં થયેલા આ ચમત્કારની વાટ વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં ભક્તો દ્વારા નાગદાદાના દર્શને મોટી ભીડ ઉમટી પડી હતી. મંદિરના ટ્રસ્ટીઓને જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નાગદાદાને દૂધ પીવડાવી સેવા કરવામાં આવી હતી. નાગદાદાના સાક્ષાત દર્શન કરનાર દર્શનાર્થીઓ આજના દિવસે પોતે ધન્ય થઈ ગયા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

ST Bus Launch: વાહન વ્યવહાર મંત્રી દ્વારા 100 નવી સ્લીપિંગ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોનું લોકાર્પણ 

તમે આ પણ વાંચી શકો છો:

Yaha Mogi Mata: કુળદેવી માતાના મેળાની તડામાર તૈયારી, પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક

SHARE

Related stories

Latest stories