HomeIndiaRam Navami : હવે ક્યારે શ્રી રામરાજ્ય આવશે..??? - INDIA NEWS GUJARAT

Ram Navami : હવે ક્યારે શ્રી રામરાજ્ય આવશે..??? – INDIA NEWS GUJARAT

Date:

Ram Navami : હવે ક્યારે શ્રી રામરાજ્ય આવશે..??? – INDIA NEWS GUJARAT

Madhya Pradesh Rajaram Temple : ઈશ્વર પણ કેટલો દયાળુ છે કે અનેક પુણ્ય નું ભાથું લઈને જ્યારે મનુષ્ય દેવલોક પામે છે ત્યારે તેના પૃથ્વીલોક પર ના પુણ્ય નો હિસાબ જોતા જણાય છે કે શું આ લોક માં લોકો રામ રાજ્ય ની અપેક્ષા રાખી શકે ખરા ?ત્યારે થોડા સમય પહેલાં એક સરસ મઝા નું ગીત આવેલ હતું… ઘર ઘર ભગવા છાયેગા રામ રાજ્ય ફિર આયેગા… આ ગીત સાંભળવામાં ખુબ મઝા પડે છે , પણ શું ખરેખર આ ગીત ના શબ્દો ની આપણે કલ્પના કરી શકીએ તો જવાબ આવશે…કા હા કા…ના… કારણ કે આ લોકશાહી દેશ માં દરેક મનુષ્ય ને પોતપોતાની રીતે ધર્મ પસંદગી કરવાની છૂટ આપવામાં આવી છે ત્યારે અનેક ધર્મ ના લોકો જાતપાત વચ્ચે રામરાજ્ય ની આશા રાખવી એ રણ માં દેખાતા મૃગજળ ની માફક વિચારમય પ્રતિબિંબ જણાય છે. છતાંય પણ આપણા ભારત દેશ માં લોકો રામરાજ્ય ની વાતો કરી રહ્યા છે. વિભિન્નતા માં એકતા રાખી ને આગળ વધતું શ્રી રામ ના ભારત માં રામરાજ્ય જેવો સુખી અને સંપન્ન દેશ બની શકે તો દરેક વ્યક્તિ ના મન માં ભગવાન શ્રી રામ ના જીવન ના વિચારો બિરાજમાન થાય અને દરેક ભારતીય ના મન ના ક્રોધ,કામ,મોહ અને લાલસા રૂપી દાનવો નું જયારે વધ કરી શકાય ત્યારેજ રામ રાજ્ય ની સ્થાપના થઇ કહેવાય… – INDIA NEWS GUJARAT 

જા પર કૃપા રામ કી હોઇ, તા પર કૃપા કરહીં સબ કોઈ..

શ્રી રામ હજારો વર્ષ થી સમગ્ર વિશ્વ ની માનવજાત માટે પ્રેરક રહ્યા છે.આપણા શાસ્ત્રો માં કહેવાયું છે.
‘ધરતી ઉપર જ્યાં સુધી પર્વતો અને નદીઓ રહેશે ત્યાં સુધી એટલેકે સનાતન કાળ સુધી રામકથા લોકોમાં પ્રચાર પામતી રહેશે પ્રસરતી રહેશે’.વાલ્મિકી ‘રામકથા’ વિષે કહેવાયું છે રઘુકુળનંદન શ્રી રામની પાવન ગાથા તો બ્રહ્માંડ માં સર્વત્ર પ્રસરી છે. અગ્નિ- એશિયા ખંડ માં થાઈલેન્ડ ના રામ નામ ના રાજાએ તો “થાઈ રામાયણ” ની રચનાઓ કરેલી, જેનું નામ “રામકીયેન”(રામ કીર્તન) છે. થાઈલેન્ડઅયોધ્યા નામ ની નગરી પણ છે.ત્યાંની ચલણી નાણાં માં પણ પ્રભુ શ્રી રામ દરબાર ની ઝાંખી જોવા મળે છે.ઇન્ડોનેશિયા ,મલેશિયા, કંબોડિયા જેવા વિવિધ દેશો માં આજે પણ રામકથા આધારિત નાટકો, રામલીલાઓ ભજવાય છે..INDIA NEWS GUJARAT 

શ્રી રામ નું જન્મ અને શસ્ત્ર અને શાસ્ત્રોનો અભ્યાસ

Madhya Pradesh Rajaram Temple :ભારતીય કાળગણ મુજબ વૈવસ્વત મન્વન્તવરના 24માં ત્રેતાયુગમાં,ઇ.સ.પૂર્વ 2500ની આસ પાસ,ચેત્ર સુદ નવમીના શુભદિન ને અયોધ્યામાં રઘુવંશી શ્રીરામ જન્મ થયો હતો ગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસે શસ્ત્ર અને શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગુરૂ વશિષ્ઠ શ્રી રામ ને “યોગ વાસિષ્ઠ” ગ્રંથ દ્વારા સંસાર માં રહી ધર્મ અને કર્તવ્ય નું પાલન કરવા નું ઉદેશ્ય આપ્યો,અને ગુરૂ ના ઉદેશ્ય ને સિદ્ધ કરતા શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાણા.INDIA NEWS GUJARAT 

યુવા શ્રી રામે સંસ્કૃતિ સાથે ધર્મ નું રક્ષણ સાથે સંવર્ધન કર્યું

યુવા રામ માં શૈર્ય,રૂપ અને ગુણ નો ત્રિવેણી સંગમ પ્રગતું હતું યજ્ઞો અને દંડકારણ્ય વનવાસી જાતિયો નું રાક્ષસો ના ત્રાસ થી રક્ષણ કરવા રામ-લક્ષ્મણ ને વિશ્વામિત્ર ઋષિ એ દરશરથ રાજા ના બને તેજસ્વી પુત્રો માંગી લીધા હતા શ્રી રામે માયાવી રાક્ષસી તાડકા અને તેના પુત્ર મારીચ, સુબાહુ વગેરેને સંહારીને વિશ્વામિત્રના યજ્ઞ નું રક્ષણ કર્યું રાક્ષસી આતંકથી ઉજ્જડ બની ગયેલા દંડકારણ્ય ની ભૂમિને ઋષિ સંસ્કૃતિ સુરક્ષિત બનાવી વિશ્વામિત્રનું કાર્ય પૂર્ણ કરી પરત ફરતા માર્ગ માં પોતાના ચરણવિંદ થી શ્રીરામે શાપિત થઈ અને શિલા માં ફેલાયેલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો એક અર્થઘટન અનુસાર અહલ્યા એટલે કે ઉજ્જડ ભૂમી આવી ઉજ્જડ ભૂમી ને પણ ફળદ્રુપ શ્રી રામે બનાવી.INDIA NEWS GUJARAT 

સીતા-રામ સ્વયંવર શિવ ધનુષ્યનો ભંગ

મિથિલા નગરીમાં યોજાયેલા જનક પુત્રી સીતા ના સ્વયંવરમાં શિવ ધનુષ્ય નો ભંગ કરી રામ ના સીતા ના મંગળ વિવાહ સંપન્ન થયા આમ સુંદરતા શૂરવીરતા નો સમન્વય થયો .અધર્મ ,અત્યાચાર અને આંતકનો સામનો કરી શકે તેવા પતિ નો સાથ આર્ય-સંસ્કૃતિ નો દાંપત્ય આદર્શ કહેવાય છે. આજ ના યુગ માં પણ સીતા રામ ને દાંપત્ય જીવન ના આદર્શ મનાય છે.INDIA NEWS GUJARAT 

શ્રી રામ વનવાસ અસુરોનો સંહાર અને અનેકો વનવાસી જીવોના ઉધારક

રામ વનવાસી જીવન માં પણ અનેક અસુરો નો સંહાર કરી અને ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું અનેકો વનવાસીઓના જીવનનું કલ્યાણ કર્યું હતું.મિત્રતા, વિનમ્રતા ,સહિષ્ણુતા વીરતાવ અનેકો દ્રષ્ટાંત પુરા પડ્યા હતા અને શ્રી રામ રામરાજ્ય સ્થાપ્યું હતું…INDIA NEWS GUJARAT 

Madhya Pradesh Rajaram Temple
મધ્ય પ્રદેશ રાજારામ મંદિર

ભારતનું એક માત્ર મંદિર મહેલમાં રાજાની જેમ સેવા કરાય છે.રાજા રામ મંદિર મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ ઓછા બુંદેલખંડ રાજારામ મંદીર આવેલું છે.આ મંદિરનો ઇતિહાસ આઠમી સદીનું છે આ એકમાત્ર શ્રીરામનું એવું મંદિર છે જ્યાં શ્રીરામની મહેલમાં રાજાની જેમ પૂજા કરાય છે સૂર્યોદય પૂર્વ અને સુર્યાક્ષત પ્રક્ષાત મધ્યપ્રદેશ પોલીસ જવાનો દ્વારા સલામી અપાશે અહીંની શ્રી રામની મૂર્તિ મધુકર શાહ ના રાજ્ય કાળ (1554-1592) ના સમય માં રાણી ગણેશ કુંવર અયોધ્યાથી લાવ્યા હતા,મંદિર નું નિર્માણ કર્યા પહેલાં આ મન મોહક મૂર્તિ ને મહેલ માં સ્થાપિત કરવામાં આવી હતી.પરંતુ મંદિર બન્યા બાદ કોઇપણ વ્યક્તિ મૂર્તિ નર પોતાની જગ્યા એથી હલાવી પણ ના શકતા એને પ્રભુ શ્રી રામ નું ચમત્કાર માની આખું મહેલ નેજ મંદિર નું રૂપ આપાયું અને ત્યારથી આ મંદિર રાજા રામ મંદિર ના નામે પ્રસિધ્ધ થયું.. હા અને ના .. ના અસમંજસ વચ્ચે અયોધ્યા માં ભગવાન શ્રી રામ નું ભવ્ય થી ભવ્ય મંદીર બનવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન પાસે એક જ હે .. પ્રભુ મારા દેશ ની એકતા અને અખંડિતતા ને કાયમ રખજોINDIA NEWS GUJARAT 

આ પણ વાંચો : ચેમ્બર દ્વારા health conference યોજાશે- India News Gujarat

આ પણ વાંચો :  Corona Update: કોરોનાની ચોથી લહેરનો ડર? – India News Gujarat

SHARE

Related stories

Latest stories