Hinglaj Mata: રફ્તારના કહેરથી હવે દેવી દેવતા પણ સુરક્ષિત નથી. આવું જ કઈ બન્યું છે ગણદેવી નજીક શ્રી હિંગળાજ માતાજી મંદિરે જ્યાં બેકાબૂ રીતે ચલાવતા ટ્રક ડ્રાઇવરે ટ્રક સીધી મંદિર પર ચઢાવી દીધી જેનાથી મંદિર ને ભારે નુકશાન પહોંચ્યું છે.
હિંગળાજ માતા મંદિરમાં ટ્રકે કર્યો ગંભીર અકસ્માત
બેફામ રીતે ભારે વાહન ચલાવી ને અકસ્માતો સર્જાવાની ઘટના હવે સામ સામન્ય બની ચૂકી છે જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતાં હોવાનું રોજબરોજ સામે આવે છે પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં બેફામ ટ્રક ચલાવતા ડ્રાઇવરે મંદિરને પણ નહીં છોડ્યું અને એ રીતે મંદિર પર પોતાની ટ્રક ચઢાવી દીધી જેનાથી મંદિરમાં હાલમાં બનાવેલી દીવાલ ગેટ સહિતની સંપતિને લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. અત્યાર સુધી માનવ જિંદગી રફ્તારની કહેરનો ભોગ બનતી હતી પરંતુ આ ઘટનામાં ખુદ લોકોને રક્ષણ કરતાં માતાજી ટ્રક ચાલકની ગુનાહિત લાપરવાહીનો ભોગ બન્યા છે અને મંદિર પરિસરને ભારે ક્ષતિ પહોંચી છે.અમલસાડથી મોટી માત્રામાં ચીકુ ભરીને જતી કન્ટેનર દ્વારા આજે મોદી રાતે 1.30 કલાકે આ અકસ્માત કરવામાં આવ્યો હતો જેમાં શ્રી હિંગળાજ માતાજી ના મંદિરને ભારે નુકશાન પહોંચાડ્યું છે.
Hinglaj Mata: લોકોની આસ્થા અને શ્રદ્ધાને ભારે ઠેસ
ગણદેવી થી નવસારી જતાં રોડ પર ખખવાડા પાટિયા પાસે આવેલા વર્ષો જૂના હિંગળાજ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને થોડા સમય પહેલાજ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવાયો હતો જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આ પ્રસંગે ગામના કેટલાક ભક્તો જે વિદેશમાં સ્થાઈ થયા છે એવા લોકો ખાસ આ પ્રસંગમાં માતાજીના આશીર્વાદ લેવા ગામ પહોંચ્યા હતા. સથાનીક લોકોમાં માતાજી પ્રત્યેની અતૂટ ભક્તિ અને શ્રદ્ધા આ વાતનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ત્યારે આ તમામ લોકોને આ ઘટના પછી ભારે આઘાત પહોંચ્યો છે અને ટ્રક ચાલક અને એના માલિક વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થાય એવી લાગણી અને માંગણી છે. રોડ અકસ્માતમાં મંદિર પરિસરમાં લાખોના નુકશાન સાથે લાગણી અને શ્રદ્ધાને જે ક્ષતિ પહોંચી છે એ કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી.
આ સંદર્ભે મંદિર ટ્રસ્ટના પ્રમુખ પરિમલ નાયકને પૂછતાં એમને જણાવ્યું હતું કે બેફામ રીતે ટ્રક ચલવતા ટ્રક ડ્રાયવરોની રફતારને કંટ્રોલ કરવા મંદિર નજીક બમ્પર બનાવાયો હતો અને 90 ડિગ્રી સુધીના ટર્નીગને કારણે અકસ્માતોની સંભાવના ઓછી કરાય હતી સાથેજ અકસ્માત સંભવ બોર્ડ પણ મુકાયું હતું પરંતુ હાલમાં જ R&B દ્વારા નવો રસ્તો બનાવીને આ બમ્પર હટાવી દેવાતા બેફામ રીતે ટ્રક સહિતના વાહનો લોકો હંકારતા હોય છે અને જેને કારણે આ પ્રકારના અક્સમાંતોની સંભાવના ખૂબ વધી ગઈ છે. માટે જલ્દીથી આ અકસ્માત ઝોન સંભવ રોડમાં સાઇન બોર્ડ સહિત બમ્પર બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય એમ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’