Deveshwar Mahadev Temple: શિવનો મહિમા અપાર છે તેથી શિવરાત્રી આવતાની સાથે જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે નવસારી જિલ્લામાં પણ શિવરાત્રીના દિવસે પૌરાણિક વર્ષો જુના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ રૂપે ભગવાન શ્રીરામ અને શિવજીના દર્શનની અનોખી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી જે ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Deveshwar Mahadev Temple: આગામી પાંચ દિવસ સુધી કરી શકશે દર્શન
નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરવા આવતા લોકો માટે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી અયોધ્યા રામ મંદિરના દર્શનના કરી શકનાર ભક્તોએ રામ લલ્લાની આબેહૂબ પ્રતિકૃતિને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા અને અયોધ્યા રામલાલના દર્શન કર્યા હોય તેવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આગામી પાંચ દિવસ સુધી આ પ્રતિકૃતિના દર્શન ભાવિક ભક્તો તેમ જ અન્ય તમામ લોકો કરી શકે તેવી પણ દેવેશ્વર મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર મંદિર પરિસરમાં જયશ્રી રામ અને બમ બમ બોલેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શિવરાત્રીના પર્વ નિમિત્તે નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યામાં બિરાજમાન રામલલાનાની આબેહૂબ મૂર્તિનું નિર્માણ કરી મંદિરમાં મૂકવામાં આવતા શિવ સાથે ભગવાન રામલાલના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ મંદિરે ઉમટી અયોધ્યાના જઈ શકતા ભક્તોએ દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામલલાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી નવસારી શહેર ખાતે રામલલાની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી