35 Feet Shivling: સુરત શહેરમાં અનોખી રીતે શિવ ભક્તિ નજર આવી રહી છે. સુરત શહેરના વિસ્તારમાં આશરે સવા અગિયાર લાખ જેટલા રુદ્રાક્ષ મળી 35 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ બનાવવામાં એક મહિના જેટલાનો સમય લાગ્યો છે આ રુદ્રાક્ષની શિવલિંગ પર લોકો જળ ચડાવી પૂજા અર્ચના કરી હતી.
આજરોજ લાખો લોકો દર્શનાર્થે આવશે અને ત્યારબાદ આવતી કાલે 11:15 લાખ રુદ્રાક્ષથી જે શિવલિંગ બન્યું છે તેમાંથી તે રુદ્રાક્ષ શિવ ભક્તોને પ્રસાદી તરીકે અર્પણ કરાશે. સુરતના ગોદાદરા ખાતે 11.15 લાખ રુદ્રાક્ષથી બનેલું શિવલિંગ સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે લાખો લોકો આજે શિવલિંગના દર્શન કરશે અને જળ ચડાવશે ત્યારે શિવલિંગ કઈ રીતે બન્યું કેટલા રુદ્રાક્ષ લાગ્યા તે તમામ માહિતી મેળવવા અમારા સંવાદદાતા અમિત રાજપૂતે જ્યાં આ શિવલિંગ સ્થાપિત કરાયું છે ત્યાં મુલાકાત લીધી હતી અને તમામ જાણકારી મેળવી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
ST Bus Launch: વાહન વ્યવહાર મંત્રી દ્વારા 100 નવી સ્લીપિંગ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોનું લોકાર્પણ
તમે આ પણ વાંચી શકો છો:
Yaha Mogi Mata: કુળદેવી માતાના મેળાની તડામાર તૈયારી, પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક