PM Surya Ghar Scheme: રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પછી પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આજે (ગુરુવારે) આ પ્લાનને મંજૂરી મળી ગઈ છે.
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના
આ માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આજે પીએમ મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ને આજે મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે. દરેક કુટુંબને 1 kW સિસ્ટમ માટે ₹30,000 અને 2 kW સિસ્ટમ માટે ₹60,000ની સબસિડી મળી શકે છે.