Nal Se Jal Yojana: તાપી જિલ્લાના મયપુર ગામનાં દુકાન ફળિયામાં સરકારની નલ સે જલ યોજનાં હેઠળ ઘર આંગણે નલ તો તંત્ર દ્વારા મુકવામાં આવ્યાં છે પરંતુ તે નલ કેટલાક વર્ષથી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે માયપૂર ગામે લાભાર્થીઓના ઘર આંગણે નળ તો મૂકવામાં આવ્યા પરંતુ નળ મારફતે છેલ્લા 5 વર્ષથી પાણી નથી મળ્યું હાલ શિયાળા દરમ્યાન પાણીની તંગીનો સામનો કરતાં ગ્રામજનો દેખાઈ રહ્યા છે.
નળ સે જળ યોજનાની વાસ્તવિકતા
એક તરફ સરકાર દરેક ગામ સુધી વિકસીત ભારત યાત્રા યોજી વિકાસની ગાથાને ગાઈને પ્રચાર કર્યો ત્યારેએ સરકારી તંત્ર જાણે સરકારની વિકાસ ગાથાને સામે સવાલ ઉભા કરે તેવી કામગીરી સામે આવી રહી છે. વ્યારા તાલુકામાં આવેલ માયપૂર ગામે આવેલ દુકાન ફળિયામાં તંત્ર દ્વારા નલ સે જલ યોજનાં અંર્તગત 6 થી 7 વર્ષ પૂર્વે લાખોનાં ખર્ચે પાણીની ટાંકી, પાણી પાઇપ લાઇન અને ઘરે નળતો મૂકવાની કામગીરીતો થઈ હતી. પરંતુ તે તમામ કામો હાલ બિનઉપયોગી દેખાઈ રહ્યાં છે. ઘરોમાં મૂકેલા અધૂરા નળ પણ તુટી ગયા છે અને દુકાનોમાં પાણીની ટાંકીઓ પણ જર્જરિત હાલતમાં છે.
Nal Se Jal Yojana: ગામમાં યોજના અંતર્ગત નળ નખાયા આપણ પાણી નહીં
ગ્રામજનોના જણાવ્યાં અનુસાર માયપૂર ગામનાં દુકાન ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ થી નળમાં પાણી નથી આવતું જેથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અને આ બાબતની જાણ ગ્રામપંચાયતનાં સરપંચને વારંવાર કરી છે પરંતુ સરપંચ પણ અમારી કોઈ રજૂઆત ધ્યાને લેતા નથી ત્યારે આવો આપડે ગ્રામજનોના મુખે સભળ્યે એમની વાત.
છેવાડાના વિસ્તાર અને ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતા લોકોને પાણી માટે વલખાં નઇ મારવા પડે એવા હેતુ સાથે સરકાર દ્વાર નળ શે જળ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ સરકારી બાબુઓના ભ્રતાચાર અને સ્થાનિક ચુંટાયેલા પ્રતિનિધિઓની મિલી ભગતથી કેટલાય વિસ્તારમાં નળ સે જળ યોજના તો બની પરંતુ એનો લાભ સામાન્ય જનતાને મળી શક્યો નથી અને મલાઈ કોન્ટ્રાકટરો અને સ્થાનિક નેતાઓ ખાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: