Manipur Assembly Elections 2022
Manipur Assembly Elections 2022: મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે અને કડક સુરક્ષા વચ્ચે સવારે મતદાન શરૂ થયું. પ્રથમ તબક્કામાં રાજ્યના પાંચ જિલ્લાની 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કુલ 173 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 15 મહિલા ઉમેદવારો છે. 173 ઉમેદવારોમાંથી 39નો ગુનાહિત ઈતિહાસ છે. ચૂંટણી પંચે આ જાણકારી આપી છે. સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. બે તબક્કામાં મતદાન થવાનું છે. 22 સીટો પર બીજા તબક્કા માટે 5 માર્ચે મતદાન થશે.-Lates News
જાણો પ્રથમ તબક્કામાં કઈ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડી રહી છે
Manipur Assembly Elections 2022 માં જનતા દળ યુનાઈટેડ 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ માત્ર 35 સીટો પર ચૂંટણી લડી રહી છે. મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર બિરેન સિંહે ઇમ્ફાલમાં શ્રીવન હાઇસ્કૂલમાં પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આ વખતે 75 ટકા લોકો મને અને ભાજપને વોટ આપશે. સીએમએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં ભાજપ ઓછામાં ઓછી 30 સીટો જીતે તેવી અપેક્ષા છે.-Lates News
કુલ 12,09,439 મતદારો મતદાન કરશે
પ્રથમ તબક્કામાં કુલ 12,09,439 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંથી 6,28,657 મહિલા, 5,80,607 પુરૂષ અને 175 ટ્રાન્સજેન્ડર મતદારો છે. મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલે આ માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કા માટે 1,721 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ભાજપે છેલ્લે મણિપુરમાં લોક જનશક્તિ પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટના સમર્થનથી સરકાર બનાવી હતી.-Lates News
તમે આ પણ વચીં શકો છો-
તમે આ પણ વચીં શકો છો – Gold Silver Price Today 28 February 2022 દેશમાં સોના અને ચાંદીની કિંમત નીચે મુજબ છે