Rashtrapati Bhavan: દ્રૌપદી મુર્મુએ નવા રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Rashtrapati Bhavan , દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મુએ નવા રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. આ પ્રસંગે તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર હતા.
શપથ લીધા બાદ મુર્મુએ ભાષણ આપ્યું હતું
જણાવી દઈએ કે આજે સવારે દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મારી આ ચૂંટણીમાં દેશના દરેક ગરીબના આશીર્વાદ, દેશની કરોડો મહિલાઓ અને દીકરીઓના સપના અને ક્ષમતાની ઝલક સામેલ છે. મારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત છે, જેઓ વિકાસના લાભોથી દૂર છે, તે ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે.Rashtrapati Bhavan
આઝાદીના અમૃત ઉત્સવનો ઉલ્લેખ
રાષ્ટ્રપતિ મુર્મીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જ્યારે આપણે આપણી આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આવા મહત્વપૂર્ણ સમયગાળામાં દેશે મને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યો છે. આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે.Rashtrapati Bhavan
તમામ સાંસદો અને ધારાસભ્યોનો આભાર
દ્રૌપદી મુર્મુએ વધુમાં કહ્યું કે હું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર ચૂંટાવા બદલ તમામ સાંસદો અને વિધાનસભાના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારો મત દેશના કરોડો નાગરિકોની આસ્થાની અભિવ્યક્તિ છે.Rashtrapati Bhavan
આ જવાબદારી મળી એ મારું સૌભાગ્ય છે
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે એક ઐતિહાસિક સમયે જ્યારે ભારત આગામી 25 વર્ષના વિઝનને હાંસલ કરવા માટે ઉત્સાહિત છે, ત્યારે આ જવાબદારી સોંપવી એ મારા માટે મહાન સૌભાગ્યની વાત છે.
ખૂબ જ ખાસ સંયોગમાં આ નવી જવાબદારી મળી
દ્રૌપદી મુર્મુએ વધુમાં કહ્યું કે આ પણ એક સંયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ. અને આજે આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.Rashtrapati Bhavan
આ પણ વાંચો : President Oath Ceremony Live: મુર્મુ આજે 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે – India News Gujarat