HomeIndiaCommunity Building Constructed: આવનારી લોકસભા ચુંટણીમાં મતદારોને રિઝવવાનો પ્રયાસ, સ્યાદલા ગામે લાખોના...

Community Building Constructed: આવનારી લોકસભા ચુંટણીમાં મતદારોને રિઝવવાનો પ્રયાસ, સ્યાદલા ગામે લાખોના ખર્ચે સમુદાય ભવન નિર્માણ – INDIA NEWS GUJARAT

Date:

Community Building Constructed: વાત કરીએ સમુદાય ભવનની; ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામ ખાતે ONGC દ્વારા સી.એસ.આર ગ્રાન્ટમાંથી ૨૩ લાખના ખર્ચે સમુદાય ભવનનું નિર્માણ થયું છે જેનું લોકાર્પણ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ONGC હજીરાના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર ચંદ્રશેખરે પણ હાજરી આપી હતી.

રેલમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરાયું લોકાપર્ણ

ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામે સમુદાય ભવનના લોકાર્પણ કાર્યકમમાં ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, મહામંત્રી કુલદીપસિહ ઠાકોર સહીત મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા. આ કાર્યકમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી દર્શના જરદોસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આ એક એતિહાસિક દિવસ હતો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતની ૧૮૨ વિધાનસભા સાથે વર્ચ્યુલર્થી જોડાઈ લાભાર્થીઓના ખબર અંતર પૂછ્યાની સાથે પ્રધાનમંત્રી આવાસ મળ્યા બાદના લાભાર્થીઓ અનુભવ પૂછ્યા હતા અને સામાન્ય અને ગરીબ લોકોના ખુશી જોવા મળી હતી. આખા દેશમાં લાખો આવાસ બનાવાયા અને મારા મત વિસ્તાર અને ઓલપાડ વિધાનસભામાં પણ ગરીબોને ઘર મળ્યું છે. સાથેજ અન્ય સૂખાકારી ના માધ્યમો પણ જરૂરત મુજબ દરેક જગ્યાએ ઊભા કરાય રહ્યા છે. ત્યારે લોક ભાગીદારી સહિત સ્થાનિક સંસ્થાઑ ના માધ્યમથી અનેક કામો પૂર્ણ થઈ રહ્યા છે.

Community Building Constructed: સાંસદ દ્વાર અનેક યોજનાકીય કામોનો લાભ આપાયો

સુરત લોકસભા વિસ્તારમાં આવેલા ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કાર્યો થકી લોકોની સુખાકારી વધારવાના સરકારના પ્રયાસ બાદ અનેક સમસ્યાનો અંત લાવી લોકોની માંગણી અને લાગનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આવનાર લોકસભા ચુંટણીમાં મતદારોની અપેક્ષા મુજબ કામગીરી કરતાં સાંસદની લોકપ્રિયતા વધતાં હવે મતદારો કેટલા વધુ વોટ ભાજપને આપે છે એ જોવાનું રહ્યું.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories