HomeIndiaCDS BIPIN RAVATને અંતિમ શ્રદ્ધાંજલિ

CDS BIPIN RAVATને અંતિમ શ્રદ્ધાંજલિ

Date:

આજે દેશ રડી રહ્યો છે CDS BIPIN RAVAT

દરેક આંખ ભીની છે. કોઈને ખાતરી નથી. જે ઘરેથી બંને તમિલનાડુ જવા નીકળ્યા હતા, આજે તેઓ પરત ફર્યા છે. પણ ત્રિરંગામાં લપેટાયેલા. કામરાજ માર્ગ પર સ્થિત સીડીએસ બિપિન રાવતનાCDS BIPIN RAVAT ઘરે આ સમયે દરેકની આંખો ભીની જોવા મળી હતી. સવારે લગભગ 10 વાગ્યે તેમના અને તેમની પત્નીના મૃતદેહને સરકારી આવાસ પર લાવવામાં આવ્યો હતો. અહીં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અહીં ગૃહમંત્રી અમિત શાહે તેમને અંતિમ સલામી આપી હતી.CDS BIPIN RAVAT

અંતિમ વિદાયમાં કરોડો સલામીCDS BIPIN RAVAT

CDS જનરલ બિપિન રાવતનું કામરાજ માર્ગ, દિલ્હી ખાતેનું ઘર. તિરંગામાં લપેટેલા બે શબપેટીઓ રાજકીય નેતાઓ તેમ જ સેનાના અધિકારીઓએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપીહતી. દરેક આંખ ભીની હતી. અંતિમ દર્શન બાદ CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના નિવાસસ્થાનેથી દિલ્હી કેન્ટોન્ટમેન્ટ સ્થિત બરાર સ્ક્વેર ખાતે લઈ જવાયા હતાં. જ્યાં તેમને સંપૂર્ણ સૈનિક સન્માન સાથે અંતિમ સેલ્યૂટ અને તોપની સલામી સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ટેલિવીઝન પર પણ કરોડો દર્શકો ઈન્ડિયા ન્યુઝ ગુજરાતની સ્ક્રીન સાથે જોડાઈ લાગણીશીલ થયેલા જોવા મળ્યા હતા.

ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું CDS BIPIN RAVAT

જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહને તેમની પુત્રીએ મુખાગ્નિ આપી હતી. અને આમ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. જ્યારે તેમના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગૂંજવી દીધું હતું. આપણા દેશના 135 કરોડ ભારતીયોમાં દેશભાવના સર્વોચ્ચ સ્થાને છે અને રહેશે તેમાં કોઈ બેમત નથી. આજે સમગ્ર દેશ જાણે થંભી ગયો હતો અને દિલ્હીના રોડ રસ્તા પર એક અનોખો જ પ્રેમભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે ઈન્ડિયા ન્યુઝ ગુજરાત પણ એટલું જ કહેશે કે ભારત માતા કી જય..

 

ઓમિક્રોને દહેશત ફેલાવી રહ્યો છે ગુજરાતમાં (Omicron)

 

SHARE

Related stories

Latest stories