Bilawal Bhutto In India : પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આજે એટલે કે 4 મેના રોજ ભારતની મુલાકાતે છે, તેઓ અહીં શાંઘાઈ ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આ બેઠક ગોવામાં યોજાશે 12 વર્ષ બાદ કોઈ પાકિસ્તાની વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે.
SCO સમિટ ભારતમાં 4-5 મેના રોજ યોજાશે
ભારતમાં આ વખતે SCO (SCO) સમિટ યોજાઈ રહી છે, આ સંગઠનની સ્થાપના ચીન અને રશિયા દ્વારા જૂન 2001માં કરવામાં આવી હતી, ભારતમાં SCOની બેઠક આજે 4 મે અને આવતીકાલે 5 મેના રોજ યોજાશે. SCOની બેઠક ઉપરાંત ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન શું છે
તે એક કાયમી આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેની રચના વર્ષ 2001 માં કરવામાં આવી હતી. SCO ચાર્ટર પર વર્ષ 2002 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને વર્ષ 2003 માં અમલમાં આવ્યા હતા. તે યુરેશિયન રાજકીય, આર્થિક અને સૈન્ય સંગઠન છે જેનો હેતુ પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવાનો છે.
આમાં નીચેના 8 દેશોનો સમાવેશ થાય છે-
- ભારત
- રશિયા
- ચીન
- પાકિસ્તાન
- કઝાકિસ્તાન
- કિર્ગિસ્તાન
- તાજિકિસ્તાન
- ઉઝબેકિસ્તાન