Bardoli Swachchta Campaign: સાંસદના હસ્તે ઈસરોલી ગ્રામ પંચાયતના સરપંચને ઓડીએફ પ્લસ મોડેલનું સર્ટિફિકેટ એનાયત
સફાઈ મિત્રોને સફાઈ કિટ અને સેફ્ટી કિટનું વિતરણ
Bardoli Swachchta Campaign: બારડોલી તાલુકાના ઇસરોલી ગામેથી સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અત્રેના સુરત જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સઘન સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસદશ્રીના હસ્તે ઈસરોલી ગ્રામ પંચાયતના સરપંચને ઓડીએફ પ્લસ મોડેલનું સર્ટિફિકેટ એનાયત કરાયું હતું, તેમજ સફાઈ મિત્રોને સફાઈ કિટ અને સેફ્ટી કિટનું વિતરણ કરાયું હતું.
સાંસદશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવી સાફ-સફાઈને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા, આદત સ્વરૂપે અપનાવવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. શાળાના બાળકોએ સ્વચ્છતા નાટક ભજવી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવાની શીખ આપી હતી.
આ પ્રસંગે પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશનભાઈ પટેલ, પૂર્વ જિ.પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, અગ્રણી જિગરભાઈ નાયક, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી, તા.પંચાયત સ્ટાફ તથા આસપાસના ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: