HomeIndiaશાહનો સાથ, પાટીદારને સંગ

શાહનો સાથ, પાટીદારને સંગ

Date:

 

Amit Shah અમદાવાદમાં 

Amit Shahઅમિત શાહે માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીગણે આપેલ નિમંત્રણ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રૂ. 1500 કરોડના ખર્ચે મંદિર સાથે અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અહીં ધમધમતી થશે. આસ્થા અને શ્રઘ્ઘાનું આજે એક સમન્વય પણ જોવા મળ્યું હતું. માત્ર મંદિર જ નહિ પણ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે. આ શિલાન્યાસ એ શ્રધ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે. તેઓએ 51 કરોડ જેટલા “માં ઉમિયા શરણમ મમ” ના મંત્રો લખીને માંની ભક્તિનું દિવ્ય વાતાવરણનું સર્જન કરનાર સર્વેને સાધુવાદ પાઠવ્યા હતા. Amit Shah

મા ઉમિયાના આશિર્વાદ – Amit Shah

વિધ્નો ગમે તેટલા આવે પણ જ્યાં સાચી ઈચ્છાશક્તિનું નિર્માણ થયું હોય અને સમાજનો સાથ સદાય માટે હોય તેવા પ્રસંગોમાં માતાજીની કૃપા સત્તત સદાય વરસતી હોય તે વાત પણ આજે સ્પષ્ટ થઈ હોવાની વાત સામે આવી.પાટીદાર સમાજના ધાર્મિક સંસ્થાઓ દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિઓ તમામ સમાજિક સંસ્થાઓ માટે શીખ રૂપ છે. માં ઉમિયા જ્યોતિરથનું તમામ ગામોમાં ભ્રમણ, લક્ષચંડી યજ્ઞ જેવા પ્રકલ્પો અને દાનનું એકત્રીકરણ જેવા સંકલ્પના માધ્યમથી એક સુગઠિત સામાજિક – વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉમિયા ધામ ઊંઝાએ કરી છે, તે અત્યંત પ્રસંશનીય છે. ઊંઝા ખાતે અને હવે અમદાવાદમાં પણ સ્થિતમાં ઉમિયાનું મંદિર પાટીદાર ઉપરાંત સર્વે સમાજ માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરે અનેક ચઢાવ ઉતાર જોયા, મંદિર તૂટ્યું, ફરી બન્યું, 1800 વર્ષની આ યાત્રા જ દર્શાવે છે કે ગમે તેવા વિઘ્નો આવે પણ શ્રધ્ધા હોય ત્યાં પુનઃ સ્થાપિત થવાય છે. આમ આજે પાટીદાર સમાજમાં એક અનોખો માહોલ જોવા મળ્યો હતો.Amit Shah

સમાજની તાકાત – Amit Shah

સદભાવના અને શ્રધ્ધાનો એક અનોખો સંગમ આજે પાટીદાર સમાજે બતાવ્યો ત્યારે અલગ અલગ ફાંટા પડ્યા હોવાની વાત પણ આજે પાંગરી સાબિત થઈ અને અનોખી એકતાના દર્શન સમગ્ર સમાજના તમામ મહાનુભવોએ કરાવ્યા. ગુજરાતમાં આમ પણ હવે 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગત વખતની જેમ પાટીદાર આ વખતે પણ સૌથી મોટો મુદ્દો છે ત્યારે આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારની કસર નથી છોડવા માંગતુ. ત્યારે જોવું રહેશે કે સમાજ આ તમામ પ્રસંગોને કેવી રીતે જોવે છે અને તેનો લાભ ભાજપને મળે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

SHARE

Related stories

Latest stories