HomePoliticsA Congress candidate on the path of Namak Satyagraha: નમક સત્યાગ્રહના પથ...

A Congress candidate on the path of Namak Satyagraha: નમક સત્યાગ્રહના પથ પર કોંગી ઉમેદવાર- INDIA NEWS GUJARAT

Date:

A Congress candidate on the path of Namak Satyagraha: રાજય સાથે દેશમાં રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગાંધીજીના વિચારો દાંડીયાત્રા અને દેશમાં સૌથી વધુ મતો થી જીતનાર સી આર પાટીલની સામે ઉમેદવારી કોંગ્રેસના નૈષદ દેસાઈએ નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં ગાંધીજીની કોથળી પહેરીને ઉમેદવારી કર્યા બાદ દાંડી યાત્રા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. INDIA NEWS GUJARAT

નૈષધ દેસાઈએ સમર્થકો સાથે પદયાત્રા યોજી

1930 માં અંગ્રેજી સલ્તનતના પાયાને લૂણો લગાવવા માટે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતીથી દાંડી સુધી પગપાળા યાત્રા યોજી હતી. જેમાં તેમના હજારો સમર્થકો જોડાયા હતા. અને અંગ્રેજો વિરુદ્ધ દેશભરમાં આંદોલનની શરૂઆત થઈ હતી.. ગુજરાતની નવસારી લોકસભા બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 6,80,000 થી વધુ મતોથી સી આર પાટીલે જીત મેળવી હતી અને હવે ચોથી ટર્મમાં એમની સામે સુરતના કોંગ્રેસથી ઉમેદવાર નૈષદભાઈ દેસાઈને મેદાને ઉતાર્યા છે બંને વચ્ચે ટક્કર જામશે કે કેમ એ તો રાજકીય મત ધરાવતા મતદારો નક્કી કરશે પરંતુ બંને પક્ષે પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષદભાઈ દેસાઈએ જલાલપોર તાલુકાના મટવાડ ગામેથી ઐતિહાસિક દાંડી સુધી પગપાળા યાત્રા કરીને પ્રચારની શરૂઆત કરી છે. દાંડી નમક સત્યાગ્રહ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી ગાંધી વંદના સાથે ચૂંટણી પ્રચાર પ્રસારનો શુભારંભ કર્યો છે. નવસારીમાં ૨૨ લાખ મતદારો ધરાવતી લોકસભા બેઠકમાં વિવિધ નુસખાઓ અજમાવીને પ્રચાર પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં દેસાઈએ ગાંધીજીની પોતડી પહેરીને પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત ભાજપના ભામાશા તરીકે જાણીતા અને સમગ્ર ગુજરાતને પેજ કમિટી જેવું માઇક્રો પ્લાનિંગ આપીને મજબૂત કરનાર સીઆર પાટીલની સામે નવા પ્રકારની રાજનીતિની નૈષધભાઈ દેસાઈએ શરૂ કરી છે.

એક તરફ ગુજરાત ની રાજનીતિમાં વિવિધ તળાવ ઉતારનો સામનો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જેની સામે 26 લોકસભા બેઠકો પાંચ લાખ મતથી જીતવાનું લક્ષ્યાંક કોંગ્રેસે નક્કી કર્યું છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની સામે નૈષધભાઈ દેસાઈ દેસાઈએ પ્રચારની નવી રણનીતિ ગાંધીજીના સહારે શરૂ કરી છે જે કેટલો રંગ લાવશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ચોથી વાર નવસારી લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને એની સામે લડત આપી રહેલા કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેશાઈ સાદગી પૂર્વક પોતાનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે ને પ્રચાર માટે 75 વર્ષ બાદ પણ ગાંધીજીનો સહારો કોંગ્રેસે લેવો પડી રહ્યો છે.. જોકે હવે જોવાનું એ રહ્યું કે આજના સમયે ગાંધીજીના નામે કોંગ્રેસ ઉમેદવાર કેટલા મત મેળવી શકે છે.

આ પણ વાંચો: The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ- INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories