J.P.Nadda: ગાંધીધામ ખાતે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ રોડ શો યોજ્યો હતો. એમની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી પણ યોજાઇ હતી
ગાંધીધામ ખાતે યોજાઇ વિજય સંકલ્પ રેલી
લોકસભા સામાન્ય ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર બન્ને પક્ષના ઉમેદવારો એડિચોટીનું જોર લગાડીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે રોડ શો યોજ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી પણ યોજાઇ હતી.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું 400 કમળ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીધામના ગાંધી માર્કેટથી રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો.આ રોડ શોમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારની 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા.તો મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી તો ગાંધીધામના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરિયો રંગ જોવા મળ્યો હતો. વિનોદ ચાવડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ભવ્ય રોડ શો કરીને શકિત પ્રદર્શન કર્યું હતું.તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીધામની પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારોએ અને સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે. ગાંધીધામ એક લઘુભારત છે.
J.P.Nadda: ગાંધીધામના જાહેર માર્ગો પર કેસરિયો રંગ છવાયો
ગાંધીધામની પ્રજામાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકોમાં જે ઊર્જા અને ઉમંગ દેખાઈ રહી છે તેમજ લોકોમાં ખુશી જોવા મળી રહી છે જેનાથી જણાઈ આવે છે કે ગાંધીધામની પ્રજાએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ફરી લોકસભામાં વિજેતા બનાવીને મોકલવાનો મન બનાવી દિધો છે. આ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી નથી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો ચુનાવ છે.છેલ્લા 10 વર્ષમાં ગાંધીધામની તસવીર પણ બદલી છે, 10 વર્ષમાં ગુજરાતની તસવીર પણ બદલી છે.10 વર્ષમાં ભારત દેશને આપણે અગ્રણી દેશ તરીકે જોયું છે.
ત્યારે આજે ભારતની સૌથી મોટો પોર્ટ કંડલા છે.નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાના કારણે ભારત આજે 11માં નંબરથી 5માં નંબરની અર્થ વ્યવસ્થા બની ચૂક્યું છે.હવે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશું એટલે ભારત ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બની જશે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :