Women ITI Surat:પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૧ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવી
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સુરતના ભીમરાડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩ માં જૂજ બેઠકો ખાલી રહી છે.
આથી પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ આ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in ઉપર નવીન પ્રવેશફોર્મ ભરી રૂ. ૫૦/- રજિસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરાવવાનું રહેશે.
ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શક્યા ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજિસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.
Women ITI Surat: કયા કયા જગ્યા ખાલી?
બેઠક ભરવાના ચોથા રાઉન્ડમાં કોમ્યુટર ઓપરેટર (કોપા)માં 48, ઇન્ટિરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઇનમાં 40, ફેશન ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીમાં 15, ઇન્ફોર્મેશન એન્ટ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સિસ્ટમ મેન્ટેનન્સમાં 9, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરમાં 26, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર)માં 7 અને સુઇંગ ટેક્નોલોજીમાં 34 જગ્યાઓ માટે આગામી તા. ૩૧ ઓગસ્ટ સુધી ઓનલાઇન અથવા સંસ્થા ખાતેથી ફોર્મ ભરી શકાશે.
વધુ માહિતી માટે મહિલા આઈ.ટી.આઈ- ભીમરાડનો સંપર્ક કરવા સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.
આ પણ વાંચો :
Establishment Of Sakhi Mandal/શિક્ષકની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી આત્મનિર્ભર બન્યા
આ પણ વાંચો :
Self Employed/મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘રાખી મેળો’-૨૦૨૩‘