HomeGujaratStomach Ulcer : જો પેટમાં દુખાવો કે આ બીજા લક્ષણો અનુભવાય તો...

Stomach Ulcer : જો પેટમાં દુખાવો કે આ બીજા લક્ષણો અનુભવાય તો હોય શકે છે પેટનું અલ્સર-India News Gujarat

Date:

Stomach Ulcer : જો પેટમાં દુખાવો કે આ બીજા લક્ષણો અનુભવાય તો હોય શકે છે પેટનું અલ્સર-India News Gujarat

  • Stomach Ulcer : એકથી બે ચમચી વરિયાળીને(Fennel ) પીસીને પાવડર બનાવો.અને આ પાવડરને 2 લિટર પાણીમાં ઓગાળી લો.
  • આ પાણીને દિવસમાં બને તેટલી વખત પીવો.
  • ઘણીવાર લોકોને પેટમાં(Stomach ) દુખાવો થાય છે, જેની પાછળ પેટનું અલ્સર(Ulcer ) પણ જવાબદાર હોય શકે છે.
  • જોકે પેટનું અલ્સર પેપ્ટીક અલ્સરનો જ એક પ્રકાર છે. જેમાં, નાના આંતરડાના મ્યુકોસ લાઇનિંગ અને ફૂડ પાઇપમાં અલ્સર થાય  છે.
  • પેટમાં અલ્સર ત્યારે થાય છે જ્યારે પેટમાં અતિશય માત્રામાં એસિડ જમા થાય છે અને તે પેટમાં લાળના જાડા પડને પાતળું કરી નાંખે છે.
  • આ લાળ સામાન્ય રીતે આંતરિક અવયવોને વધારાના એસિડના નુકશાનથી રક્ષણ આપવાનું કામ કરતુ હોય છે.
  • જ્યારે આ સ્તર નબળું પડે છે, ત્યારે પેટના એ પાતળા બનેલા સ્તર પર ચાંદા અથવા ફોલ્લીઓ બની શકે છે અને તે અલ્સર તરફ દોરી શકે છે.
  • એ જ રીતે, અલ્સરના બીજા અન્ય કારણો પણ છે જેમ કે હેલિકોબેક્ટર પાયલોરી (એચ. પાયલોરી) નામના બેક્ટેરિયાથી થતો ચેપ અને અમુક બળતરા વિરોધી દવાઓના લાંબા સમય સુધી ઉપયોગ કરવાના કારણે પણ પેટમાંઅલ્સર થઈ શકે છે.

પેટના અલ્સરના બીજા લક્ષણો શું છે?

  • પેટમાં અતિશય પીડા અચાનક વજન ઘટી જવું ખાવામાં મુશ્કેલી ઉભી થવી ઉબકા અને ઉલટી આવવા પેટનું ફૂલવું શરુર સંપૂર્ણ અને ભારે લાગે છે ખાટા ઓડકાર એસિડિટીની સમસ્યા ઉલ્ટીમાં લોહી પડવું હાર્ટ બર્ન થવું

પેટના અલ્સરથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાયો શું છે?

ગાજરનો રસ

  • પેટના અલ્સરના લક્ષણોમાં રાહત મેળવવા માટે તમે ગાજરના રસને કોબીજના રસમાં ભેળવીને તેનું સેવન કરો.
  • પણ યાદ રાખો બંને શાકભાજીનો રસ સમાન માત્રામાં હોવો જોઈએ.

વરિયાળીનું પાણી

  • એકથી બે ચમચી વરિયાળીને પીસીને પાવડર બનાવો. અને આ પાવડરને 2 લિટર પાણીમાં ઓગાળી લો.
  • આ પાણીને દિવસમાં બને તેટલી વખત પીવો

લીંબુ શરબત

  • અડધા કપ દૂધમાં અડધો લીંબુનો રસ દૂધ સાથે નીચોવી લો. તે પછી, તેને નિયમિત પીવો.
  • રોજિંદા રીતે આમ કરવાથી પેટના અલ્સરના લક્ષણોમાં આરામ મળે છે.

તમે આ પણ વાંચી શકો છો-

Stomach Can Flower In Summer : આ કારણે આપણું પેટ ફૂલવા લાગે છે

તમે આ પણ વાંચી શકો છો-

Sleeping Disorder -ઊંઘ ન આવવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, ધ્યાન રાખો

SHARE

Related stories

Latest stories