- Rules Changing From 1st August 2023 : દર મહિનાના પહેલા દિવસે દેશમાં ઘણા ફેરફારો લાગુ કરાય છે. જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે.
- આજથી થી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે.
- દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Price)થી લઈને ક્રેડિટ કાર્ડ અને આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR Filing) સુધી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે.
- દર મહિનાના પહેલા દિવસે દેશમાં ઘણા ફેરફારો લાગુ કરાય છે.
- જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે. આજથી થી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે.
- દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Price)થી લઈને ક્રેડિટ કાર્ડ અને આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR Filing) સુધી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે.
- આ તમામની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જેની સીધી અસર સામાન્ય માણસને થશે.
Rules Changing From 1st August 2023 :એલપીજી સિલિન્ડરની કિંમત
- તમને ખબર જ હશે કે દર મહિનાની 1 અને 16 તારીખે સમીક્ષા બાદ સરકારી તેલ કંપનીઓ તેલ અને ગેસ વિતરણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે.
- આજે એટલે કે 1 ઓગસ્ટ2023 એ પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
- છેલ્લા મહિનાની વાત કરીએ તો 1 જુલાઈ 2023 ના રોજ તેમની કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો.
જુલાઈ મહિનામાં પહેલી નહિ પણ 4 જુલાઈએ ભાવ અપડેટ થયા હતા
- ગયા મહિને એટલે કે 4 જુલાઈએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો હતો.
- આ દરમિયાન કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો હતો.
- કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કર્યો છે.
- જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો ઝીકવામાં આવ્યો નથી.
ઈન્સેન્ટિવ પોઈન્ટ ઓછા થશે
- એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટ ઘટાડવાનો નિર્ણય લઇ રહી છે. હવે તેમાં માત્ર 1.5 ટકા કેશબેક મળશે. Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે બેંક આ ફેરફારો કરવા જઈ રહી છે.
- આ 12 ઓગસ્ટથી લાગુ થશે.
આ લોકોએ દંડ ભરવો પડશે
- ઈન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ પૂર્ણ થઇ ગઈ છે.
- આ સમયમર્યાદા તે કરદાતાઓ માટે હતી જેમણે તેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી.
- આજે 1 ઓગસ્ટથી તમારે ITR સબમિટ ન કરવા બદલ દંડ ચૂકવવો પડી શકે છે.
રોકાણ કરવાની છેલ્લી તક
- રોકાણ સંબંધિત ફેરફારો વિશે વાત કરીએ તો, SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 છે.
- આ વિશેષ FD પર બેંક દ્વારા વાર્ષિક મહત્તમ 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.
બેંક 14 દિવસ બંધ રહેશે
- ઓગસ્ટ મહિનામાં ઘણી રજાઓ આવે છે.
- તહેવારોના કારણે રજાઓ વધુ રહેતી હોય છે આ સાથે ફેસ્ટિવલ સીઝન પણ આવી રહી છે.
- ઓગસ્ટમાં 14 દિવસ બેંકમાં રજા રહેશે. જોકે રાહતના સમાચાર એ છે કે તમામ રાજ્યમાં રજાઓ એકસાથે રહેશે નહીં.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ