HomeBusinessPandit Dindayal Upadhyay Awas: યોજના થકી ગરીબ પરિવારને મળ્યું ઘરનું ઘર-India News...

Pandit Dindayal Upadhyay Awas: યોજના થકી ગરીબ પરિવારને મળ્યું ઘરનું ઘર-India News Gujarat

Date:

  • Pandit Dindayal Upadhyay Awas:સુરત જિલ્લામાં પંડિત દીન દયાળ આવાસ યોજના થકી ૩૯૭૩ લાભાર્થીઓને રૂ.૪૫૭.૨૬ લાભ લીધો
  • રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના લાભર્થીઓ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અમલી બનાવી છે.
  • આ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં રહે છે.
  • એમને રાજ્ય સરકાર આર્થિક સહાય આપી નવું પાકું મકાન બનાવી આપવામાં મદદરૂપ બને છે.
  • આ યોજના હેઠળ સુરત જિલ્લામાં ૩૯૭૩ લાભાર્થીઓને રૂ.૪૫૭.૨૬ લાખના ખર્ચે આવાસ સહાય આપવામાં આવી છે.  
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા લોકોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા હોઇ તેમને મકાન બાંધવા માટે રૂ.૧.૨૦ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં લાભાર્થીને મકાનની કામગીરી શરૂ કરવા પ્રથમ હપ્તે રૂ. ૪૦ હજાર એડવાન્સ પેટે, મકાન લિન્ટલ લેવલ સુધી પહોંચતા બીજા હપ્તા પેઠે રૂ. ૬૦ હજાર મળવા પાત્ર થાય છે.
  • મકાનનું બાંધકામ પૂર્ણ થતાં ત્રીજા હપ્તો રૂ. ૨૦ હજાર ચુકાવવામાં આવે છે. આમ કુલ રૂ.૧.૨૦ લાખની આર્થિક સહાય મકાનના બાંધકામ માટે આપવામાં આવે છે.

Pandit Dindayal Upadhyay Awas:પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની રહે છે.

  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  •  લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિનો હોવો જોઈએ.લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને યોજનાનો લાભ મળશે નહીં.

યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક માટે શું જોઈએ

  •  પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ.૧.૨૦ લાખથી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ.૧.૫૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

આ પણ વાંચો :

Kisan Parivahan Yojana: કૃષિ ઉત્પાદનના પરિવહન માટે ખેડૂતોને સહાય આપતી ‘કિસાન પરિવહન યોજના’ સુરત જિલ્લાનાં ૧૯ લાભાર્થીઓને રૂ.૧૩.૫૦ લાખની સહાય

આ પણ વાંચો :

Establishment Of Sakhi Mandal/શિક્ષકની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી આત્મનિર્ભર બન્યા

SHARE

Related stories

Latest stories