HomeBusinessPAN Card KYC Fraud: પાનકાર્ડમાં KYC કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી, એક...

PAN Card KYC Fraud: પાનકાર્ડમાં KYC કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી, એક ભૂલ થી બેંક ખાતું થઈ જશે ખાલી, જાણો કેવી રીતે રાખવી સાવચેતી-India News Gujarat

Date:

  • PAN Card KYC Fraud: જો તમને કોઈ છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો તમારે સૌથી પહેલા જે બેંકમાં તમારૂ ખાતુ છે ત્યા જાણ કરવી જોઈએ.
  • આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો. તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
  • કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
  • PAN કાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ બેંક સંબંધિત કામ માટે થાય છે.
  • ડિજિટલ વર્લ્ડમાં સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
  • KYC અપડેટના નામે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવી રહ્યા છે.
  • સ્કેમર્સ પાન કાર્ડમાં કેવાયસી (PAN Card KYC Fraud) અપડેટ કરવાના બહાને લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે.
  • ચાલો જાણીએ કે સાયબર ગુંડાઓ કેવી રીતે કરે છે છેતરપિંડી.

સરકારી અધિકારી તરીકે ગ્રાહકોને કરે છે ફોન કોલ

  • ઠગ્સ બેંકર, વીમા એજન્ટ, આરોગ્ય કર્મચારી કે સરકારી અધિકારી તરીકે ગ્રાહકોને ફોન કોલ કરે છે અથવા મોબાઈલ પર મેસેજ કરે છે.
  • ત્યારબાદ તેઓ લોકોને તેનું નામ, જન્મ તારીખ વગેરે જેવી અંગત માહિતી શેર કરવાનું કહીને તેને વેરિફાય કરવાનું કહે છે.
  • લોકો સાથે વાત કરીને તેનો વિશ્વાસ મેળવે છે અને પછી ઘટનાને અંજામ આપવામાં આવે છે.

લોકો સાચુ માનીને ઠગને આપે છે તમામ વિગતો

  • સ્કેમર ફોન કરીને કહે છે કે પાન કાર્ડમાં તેની કેવાયસી વિગતો જૂની છે અને તેને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે.
  •  લોકોને પાન કાર્ડ નંબર સહિત અન્ય વિગતો પૂછવામાં આવે છે.
  • લોકો તેને સાચુ માનીને ઠગને તમામ વિગતો આપે છે. ત્યારબાદ સ્કેમરે તેને તેની પાન કાર્ડની વિગતો અપડેટ કરવાનું કહે છે.
  • સ્કેમરે બેંકની મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેની PAN વિગતો અને જન્મ તારીખ અપડેટ કરવાની સૂચના આપે છે.

બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે

  • લોકો જ્યારે તમામ સૂચનાઓનું પાલન કરે છે ત્યાર પછે સ્કેમરે કહે છે કે બેંક સર્વર ધીમું હોવાને કારણે વિગતો અપડેટ કરવામાં વધારે સમય લાગી રહ્યો છે.
  •  છેતરપિંડી કરનાર વ્યક્તિ કોલ ડિસ્કનેક્ટ કરે છે. તેના થોડા સમય બાદ લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.

PAN Card ની હિસ્ટ્રી રીતે ચેક કરો

  • પાન કાર્ડની હિસ્ટ્રી જાણવા માટે તમારે ઈમેલ આઈડી, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને પાન કાર્ડની જરૂર પડશે.
  • આ પછી સંબંધિત વેબસાઇટની મુલાકાત લો. તમે માહિતી CIBIL સ્કોર દ્વારા મેળવી શકો છો.
  • ઘણી એપ દ્વારા ફ્રીમાં CIBIL સ્કોર જાણી શકાય છે.

છેતરપિંડીથી બચવા શું કરવું

  • જો તમને કોઈ છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો તમારે સૌથી પહેલા જે બેંકમાં તમારૂ ખાતુ છે ત્યા જાણ કરવી જોઈએ.
  • આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો.
  • તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
  •  કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
SHARE

Related stories

Latest stories