Mango Iced Tea Recipe : ઉનાળામાં ટેસ્ટી અને કૂલ મેંગો આઈસ ટી અજમાવો, બસ આ સરળ રીતથી તૈયાર કરો. જાણો તેની રેસિપી.
પદ્ધતિ:
સૌ પ્રથમ કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો. પાછળથી ગાર્નિશિંગ માટે મુઠ્ઠીભર કેરીના ટુકડા બાજુ પર રાખો.
હવે એક મોટા વાસણમાં 6 કપ પાણી ઉકાળો અને તેને આગ પરથી ઉતાર્યા બાદ તેમાં ટી બેગ્સ નાખીને પાંચ મિનિટ માટે રહેવા દો.
આ પછી મધ ઉમેરીને કેરીના ટુકડાને સારી રીતે પીસી લો. સ્મૂધ થયા પછી તેને ફરી એકવાર બ્લેન્ડ કરો.
જ્યારે ચા પાણીમાં સારી રીતે ઓગળી જાય, ત્યારે ટી બેગ્સ કાઢી લો અને થોડીવાર ઠંડી થવા દો.
હવે ચામાં તૈયાર કેરીની પ્યુરી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે મિશ્રણને એક કન્ટેનરમાં રેડો અને ઓછામાં ઓછા 1 કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા દો.
ઠંડુ થઈ જાય એટલે એક ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરો અને પછી તેમાં તૈયાર કરેલી મેંગો આઈસ ટી નાખો.
તેને તાજા ફુદીનાના પાન અને કેરીના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.