HomeBusinessFall armyworm: પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ ના નિયંત્રણ માટે ખેડૂતોને માર્ગદર્શન-India...

Fall armyworm: પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ ના નિયંત્રણ માટે ખેડૂતોને માર્ગદર્શન-India News Gujarat

Date:

  • Fall armyworm:હાલ ખેતરોમાં જોવા મળતી પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે સુરતની ખેતીવાડી શાખા માંથી ખેડૂતો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે.
  •  જે અનુસાર ખેતરમાં ૧ પ્રકાશ પિંજર અથવા નર ફૂદાને આકર્ષવા ૫૦ ફેરોમોન ટ્રેપ/ હેકટરે ગોઠવવા તથા તેની લ્યુર દર ૪૦ દિવસે બદલવી.
  • ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ ડબલ્યુજી (૧૦૮ સીએફયુ/ગ્રામ) ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેઝીયાના (૨x ૧૦૮ સીએફયુ/ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ભૂંગળી ભીંજાય તેમ છંટકાવ કરવો.
  • ઉપદ્રવની શરૂઆતમાં રેતી અથવા માટી ૫ ગ્રામ પ્રતિ છોડ ભૂંગળીમાં નાંખવી અથવા વિષપ્રલોભિકા (૨૫ કિગ્રા ડાંગરની કુશકી/મકાઈનું ભુસુ + ૫ કિગ્રા ગોળ + ૫ લિટર પાણી + ૨૫૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી/ ૧૨૫ ગ્રામ એમામેકટીન બેનઝોએટ) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૨૦ કિ.ગ્રા./હે. ભૂંગળીમાં આપવી અને તેના ૧૫ દિવસ બાદ આ પૈકી કોઈપણ એક માવજત ફરીથી આપવી

Fall armyworm:પાકની લણણી અને છેલ્લા છંટકાવ વચ્ચે ૧૫ દિવસનો સમયગાળો રાખવો.

  •  ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સ્પાઇનોટેરામ ૧૧.૭ ઇસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાાં ભેળવી છોડ ભીંજાય તે રીતે છાંટકાવ કરવો.
  • ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી.
  • રાસાયણિક કીટનાશકનાં છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.
  • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલિ (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિલિ (૫% ઈસી)થી ૫૦ મિલિ (૦.૦૩ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
  • એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, સુરતની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો :

Kisan Parivahan Yojana: કૃષિ ઉત્પાદનના પરિવહન માટે ખેડૂતોને સહાય આપતી ‘કિસાન પરિવહન યોજના’ સુરત જિલ્લાનાં ૧૯ લાભાર્થીઓને રૂ.૧૩.૫૦ લાખની સહાય

આ પણ વાંચો :

Pandit Dindayal Upadhyay Awas: યોજના થકી ગરીબ પરિવારને મળ્યું ઘરનું ઘર

SHARE

Related stories

Latest stories