HomeBusinessData Entry Job Fraud: જો તમને ડેટા એન્ટ્રી જોબનો મેસેજ આવે તો...

Data Entry Job Fraud: જો તમને ડેટા એન્ટ્રી જોબનો મેસેજ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે સાયબર ઠગ કરે છે છેતરપિંડી-India News Gujarat

Date:

  • Data Entry Job Fraud: ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી થઈ રહી છે.
  •  આ કામ માટે લોકોને વર્ક ફ્રોમ હોમના નામે અને વધારે રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે અને પછી તેઓને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે.
  • લોકોને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે.
  • ડેટા એન્ટ્રી માટે લોકો ઓનલાઈન જોબ પોર્ટલ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે.
  • સ્કેમર્સ તેમાંથી ડેટા મેળવી ફોન પર મેસેજ મોકલે છે.
  • આ દિવસોમાં ઓનલાઈન જોબ ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.
  •  ડેટા એન્ટ્રી (Data Entry Job Fraud) ઓપરેટરની નોકરીના નામે છેતરપિંડી થઈ રહી છે.
  • આ કામ માટે લોકોને વર્ક ફ્રોમ હોમના નામે અને વધારે રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે અને પછી તેઓને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે.
  • લોકોને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે.

ઉંચા પગારની ઓફર કરે છે

  • ડેટા એન્ટ્રીની જોબ માટે લોકો ઓનલાઈન જોબ પોર્ટલ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે.
  • સ્કેમર્સ તેમાંથી ડેટા મેળવી ફોન પર મેસેજ મોકલે છે. ત્યારબાદ તે નંબર પર લોકોને ફોન કરવા માટે કહેવામાં આવે છે.
  • ફોન પર ઠગ ઉંચા પગારની ઓફર કરે છે. રજીસ્ટ્રેશન ફી તરીકે રૂપિયા મોકલવાનું કહેવામાં આવે છે.

રૂપિયાની માંગણી કરવામાં આવે છે

  • રજીસ્ટ્રેશન બાદ ટાસ્ક આપવામાં આવે છે જે પૂરા કરવા પર થોડી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
  •  ત્યારબાદ વધારે રૂપિયાની લાલચ આપી પેઈડ ટાસ્ક માટે કહેવામાં આવે છે.
  • આ ઉપરાંત સિક્યોરીટી ડિપોઝિટ અને અન્ય ઔપચારિકતાના નામે રૂપિયાની માંગણી કરવામાં આવે છે.

કામમાં ઘણી ભૂલો કાઢે છે

  • આ ઉપરાંત તેઓ વધારે કામ આપે છે અને તેના માટે ખૂબ જ ઓછો સમય આપવામાં આવે છે અને આપેલા સમયમાં તે કામ કરવું અશક્ય હોય છે.
  • તેમજ લોકો દ્વારા સબમિટ કરવામાં આવેલા કામમાં ઘણી ભૂલો કાઢે છે. તેથી સફળતા પૂર્વક કામ પૂર્ણ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી હોય છે.
  • ત્યારબાદ સિક્યોરીટી ડિપોઝિટ તરીકે આપેલી રકમમાંથી રૂપિયા કાપી લેવામાં આવે છે.

ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ

  • લોકોને 90 ટકા સુધીનો ટાર્ગેટ પૂરો કરવાનું કહેવામાં આવે છે, પરંતુ વેબસાઈટમાં એક સેટિંગ હોય છે જેના કારણે ટાર્ગેટ પૂરો કરી શકાતો નથી. જે બાદ લોકોએ ટાસ્ક માટે આપેલી રકમ પરત આપવામાં આવતી નથી.
  • આ ઉપરાંત ટાર્ગેટ પૂરો ન કરવા બદલ લોકો પાસેથી દંડ તરીકે પણ રકમ વસૂલવામાં આવે છે.
  • જો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજ આવે છે તો તેના પર ક્લિક કરશો નહીં.
  •  ડેટા એન્ટ્રી જોબ માટે આપેલી કોઈ લિંક પર ફોર્મ ભરવું નહીં.
  • જો કોઈ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરે તો તે ગ્રુપ છોડી દો.
  • આ અંગે તમે તમારી ફરિયાદ ભારત સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર કરી શકો છો.

આ પણ વાંચો:

QR Code Fraud: જો તમે પેમેન્ટ માટે QR Code નો ઉપયોગ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું

આ પણ વાંચો:

PAN Card KYC Fraud: પાનકાર્ડમાં KYC કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી, એક ભૂલ થી બેંક ખાતું થઈ જશે ખાલી, જાણો કેવી રીતે રાખવી સાવચેતી

SHARE

Related stories

Latest stories