- Cash On Delivery Fraud: કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે.
- આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે. જે લોકોને ફોન આવ્યો હોય છે તેઓએ આવો કોઈ ઓર્ડર જ કર્યો હોતો નથી.
- છેલ્લા કેટલાક સમયથી કેશ ઓન ડિલિવરીનું નવું ફ્રોડ (Cash On Delivery Fraud) ચાલી રહ્યું છે. તેની કેટલીક ઘટનાઓ બની છે અને કેટલીક ઘટનાઓ હજુ પણ પ્રકાશમાં આવી રહી છે.
- આજે આપણે આ છેતરપિંડી (વિશે જાણીશું. જો તમે પણ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઓર્ડર કરો છો તો તમારા માટે આ ફ્રોડ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે.
ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે
- કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે.
- આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે.
OTP દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી
- જે લોકોને ફોન આવ્યો હોય છે તેઓએ આવો કોઈ ઓર્ડર જ કર્યો હોતો નથી. તેથી તેઓ સ્કેમર્સને આ બાબતની જાણકારી આપે છે અને રકમ ન ચૂકવવાની વાત કરે છે.
- તેના પર ડિલિવરી બોય લોકોને કસ્ટમર કેર સાથે વાત કરવાનું કહે છે, જે એક ફેક નંબર હોય છે.
- આ કોલમાં લોકોને કહેવામાં આવે છે કે તેના મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP જણાવ્યા બાદ ઓર્ડર કેન્સલ કરી શકાય છે.
લોકોના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે
- ઓર્ડર કેન્સલ કરવાના બહાને લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે અને ડિલિવરી બોયને તેમના મોબાઈલ પર આવેલો OTP જણાવે છે.
- ડિલિવરી બોય સાથે OTP શેર કરતાની સાથે જ લોકોના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.
- આ રકમ લોકોના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતોના આધારે કપાઈ છે.
છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી
- સાયબર ફ્રોડથી સાવધ રહો અને કોઈને પણ તમારો OTP શેર કરવો નહીં.
- જો કોઈ વ્યક્તિ પાર્સલ લાવે જેનો ઓર્ડર તમે નથી કર્યો તો તેને સ્વીકારશો નહીં અને તમારી વ્યક્તિગત કે અંગત માહિતી તેમજ બેંકિંગ વિગતો આપશો નહીં.
- આજકાલ સાયબર ગુનેગારો લોકોને નવી નવી રીતોથી છેતરતા હોય છે, તેથી તેનાથી સાવધાન રહો.
- જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો તો હેલ્પલાઈન નંબર પર કોલ કરો. 1930 અને સરકારના સાયબર ક્રાઈમ સેલમાં તરત જ ફરિયાદ નોંધાવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો
આ પણ વાંચો:
આ પણ વાંચો: