HomeIndiaચર્ચિત એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું

ચર્ચિત એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું

Date:

એન્ટિલિયા કેસ : અમદાવાદ સુધી તાર પહોંચ્યા

દેશમાં છેલ્લાં ઘણાં લાંબા સમયથી ચર્ચામાં આવેલાં એન્ટિલિયા કેસમાં રોજ નવાં વળાંક આવી રહ્યાં છે, ત્યારે એન્ટિલિયા કેસનો કનેક્શન હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે. દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જીલેટિન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવા મામલે રોજ નવાં ખુલાસા થઈ રહ્યાં છે. અને આ કેસમાં એટીએસ (ATS) અને એનઆઈએ(NIA) દ્વારા હવે માઈક્રો તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને મનસુખ હિરેનના મોત બાદ તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. મળતી માહિતી અનુસાર સચિન વાઝે સહિત 5 લોકો જે સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તે અમદાવાદથી ખરીદીવામાં આવ્યા હતાં, અને એક્ટિવ થયા હતા. હવે તેના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી છે. અને સીમકાર્ડ વેચનાર સુધી પહોંચીને વધુ તપાસ માટે કયાવતો હાથ ધરવામાં આવી છે.

 

 

મનસુખ હિરેનની હત્યા માટે સિમકાર્ડ અમદાવાદથી ખરીદાયાં હતાં

મનસુખ હત્યા કેસમાં મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. અને આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અને આ બે આરોપીમાં બુકી નરેશ ઘોરેએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા. પાંચ પૈકી એક સિમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા. મુંબઈ પોલીસ અમદાવાદ પહોંચી ગઈ છે. અને મુંબઈ (ATS)ની સ્પેશિયલ ટીમ અમદાવાદમાં સિમકાર્ડ-કનેક્શન શોધી રહી છે

 

 

(ATS)ની ટીમ પહોંચી અમદાવાદ

મુંબઈ (ATS)ની સ્પેશિયલ ટીમ અમદાવાદમાં સિમકાર્ડ-કનેક્શન શોધી રહી છે. અને(ATS)ની ટીમે વધુ પુરાવાં મેળવવા માટે અમદાવાદમાં આવી તપાસનો દૌર આગળ વધાર્યો છે. અને જે પાંચ વ્યક્તિનાં નામે અમદાવાદથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યાં તેઓ કોણ છે, તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે?, સિમકાર્ડ વેચનાર દુકાનદારે સિમકાર્ડ એક્ટિવ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં. 

 

 

 

 

 

 

 

 

 

 

 

SHARE

Related stories

Latest stories