યુવરાજ પોખર્ણાની દલીલ: હિંદુઓ શા માટે UCC લાવવાના ફાયદા ગુમાવે છે તે વિવાદાસ્પદ, અસ્વીકાર્ય અને કોઈ પણ આધાર વિનાની વાત છે.
આજે, જ્યારે મને એક પ્રતિષ્ઠિત વિદ્વાન દ્વારા ચતુરાઈથી લખાયેલ લેખ મળ્યો- જેની હું અંગત રીતે તેમની વિદ્વતા માટે આદર કરું છું- શીર્ષક હતું, ” જો UCC નો અર્થ હિંદુઓ ‘હિંદુ અવિભાજિત કુટુંબ’ જેવા લાભો ગુમાવે છે અથવા આ લાભ અન્ય સમુદાયો સુધી પહોંચાડે છે, તો તેમ બને.” મને પ્રતિદ્રષ્ટિની આવશ્યકતા અનુભવાઈ. ઠીક છે, ન્યાયી બનવા માટે, પ્રસ્તુત દલીલો સ્વીકાર્ય, સુસંગત છે અને તાર્કિક દ્રષ્ટિએ નીરસ નથી જણાતી. ઠીક છે, મોટે ભાગે બુદ્ધિગમ્ય અને રુચિકર પણ છે, પરંતુ એ એક સાદી હકીકત માટે જ કે હિંદુઓએ સમાન નાગરિક સંહિતા લાવવાના લાભો ગુમાવવા પડશે. ખરેખર, હિંદુઓ ૧૯૦૫ માં બંગાળના ભાગલાથી લઈને ૧૯૪૭ માં રાષ્ટ્રના વિભાજન સુધી – માત્ર કથિત “નાના ભાઈ”ને પંપાળવા માટે, જે યોગ્ય રીતે તેમનું છે તે વારસામાં આપતા જ આવ્યા છે. લગભગ સાત દાયકાઓથી લઘુમતી-વાદ અથવા નહેરુવીયન-સેક્યુલારિઝમનું એલાન અને પ્રસિદ્ધિ કરી રહેલા એક દેશ અને રાજ્ય માટે, UCC એ નહેરુવીયન સેક્યુલરો માટે શિરોબિંદુ અથવા મૂર્તિમંત આદર્શથી ઓછું ન હોવું જોઈએ. તેઓએ તેને ખુલ્લા હાથે આલિંગવું જોઈએ.
મોટાભાગે, અને લગભગ અચૂકપણે, મુસ્લિમ સમુદાય, નાગરિક સંહિતાના વિચાર પ્રત્યે વિરોધી રહ્યો છે અને તેના પોતાના અલગ, વ્યક્તિગત કાયદાને જાળવી રાખવા માંગે છે. મુસ્લિમ મહિલાઓના સંદર્ભમાં મુસ્લિમ કાયદાની ખૂબીઓ અને બહાનાંને ધ્યાનમાં લેતાં, વાસ્તવિકતા કઠોર, તાબેદાર અને ભયાનક સંકટકારી છે. જ્યારે મુસ્લિમ મહિલાએ એકપતિત્વનું પાલન કરવું આવશ્યક છે, ત્યારે તેના પતિને એક સમયે ચાર પત્નીઓ રાખવાની તેમજ ગમે તેટલી યૌન ગુલામો રાખવાની છૂટ છે. પુરુષને કોઈપણ સમયે લગ્ન તોડી નાંખવાનો અધિકાર છે. બીજી તરફ, પત્ની, તેના પતિની મંજૂરીથી જ છૂટાછેડા લઈ શકે છે. તેણી તેના સગીર બાળકની કાનૂની વાલી બનવા માટે પણ અયોગ્ય છે. ઇસ્લામિક કાયદા હેઠળ, પુરુષ વારસદારનો હિસ્સો સ્ત્રી વારસદાર કરતાં બમણો છે. કાયદાના અન્ય ચિંતાજનક ઘટકોમાં બહુપત્નીત્વ, નિકાહ હલાલા અને ઇદ્દત સમયગાળા પછી છૂટાછેડા લીધેલી સ્ત્રી માટે ભરણપોષણનો સમાવેશ થાય છે. મુસ્લિમ મહિલાઓ માટે, કુટુંબમાં લૈંગિક સમાનતાનો પ્રશ્ન કાયમ રૂઢિચુસ્તતા, પિતૃપ્રધાન સમાજ અને રાજકારણના જટિલ જાળામાં જડાયેલો રહ્યો છે. આમ, આ ઇસ્લામિક વિજાતીય કાયદાઓ માત્ર મુસ્લિમ મહિલાઓ માટે જ સમાનતા અને સામાજિક ન્યાયનું ગંભીર ઉલ્લંઘન છે એટલું જ નહીં, પણ જેઓને હંમેશાં જેહાદને વધારવાના ભાગ રૂપે “પ્રેમ” ના અંચળા હેઠળ ઇસ્લામિક કાયદામાં લલચાવાય છે, જેને જાહેર રીતે “લવ જેહાદ” કહેવાય છે, તેવી અન્ય ધર્મોની અસંદિગ્ધ મહિલાઓ માટે પણ એવું જ છે. ભારતમાં ઘણી સ્ત્રીઓ દુ:ખદાયક પરિસ્થિતિઓમાં જીવી રહી છે કારણ કે બિન-હિંદુ ધર્મોના અંગત નિયમો આધુનિક સામાજિક ફેરફારોને આધિન નથી. ઊલટું, ધાર્મિક સ્વતંત્રતાની આડમાં બંધારણે તેમને ઉદારતાથી આપેલા અધિકારો અને લાભોને પણ નકારવાના પ્રયાસો કરવામાં આવે છે. આ બાબતો જેમ છે તેમ ચાલુ રાખવા દેવાનો અર્થ એ થશે કે આવા અંગત કાયદાઓની વધુ અને વધુ જોગવાઈઓ બંધારણનું કેટલી સારી રીતે પાલન કરે છે તે જોવા માટે કોર્ટમાં પરીક્ષણ કરવું પડશે. મુસ્લિમ મહિલાઓ માટે, કુટુંબમાં લૈંગિક સમાનતાનો પ્રશ્ન કાયમ રૂઢિચુસ્તતા, પિતૃપ્રધાન સમાજ અને રાજકારણના જટિલ જાળામાં જડાયેલો રહ્યો છે. ધાર્મિક નેતાઓ વારંવાર દાવો કરે છે કે ઇસ્લામે ૧૪૦૦ વર્ષ પહેલાં મહિલાઓના અધિકારો આપ્યા હતા, પરંતુ જો તટસ્થપણે જોવામાં આવે ત્યારે આ અધિકારો દમનકારી છે કે નહીં તે કહેવાનો ઇનકાર કરે છે. પરિણામે, આઝાદીના સાત દાયકા પછી પણ મુસ્લિમ કૌટુંબિક કાયદામાં સુધારો અસ્પષ્ટ રહ્યો છે. ૧૯૩૭નો શરિયત દરખાસ્ત અધિનિયમ ભારતીય મુસ્લિમોનું નિયમન કરે છે, પરંતુ તેમાં લગ્નની ઉંમર, છૂટાછેડા, બહુપત્નીત્વ, બાળકોની કસ્ટડી અને વાલીપણા, મિલકતમાં મહિલાઓની હિસ્સેદારી વગેરે અંગે કોઈ સુરક્ષા નથી. પરિણામે બંધારણીય ધોરણોને અવગણીને, બાળલગ્ન, ટ્રિપલ તલાક, હલાલા, બહુપત્નીત્વ અને મહિલાઓને મિલકતની હિસ્સેદારી નકારવા જેવી પ્રથાઓ કુરાનના લૈંગિક પૂર્વગ્રહના સિદ્ધાંતો અનુસાર ચાલુ છે. તેવી જ રીતે, ખ્રિસ્તી લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને ઉત્તરાધિકારના નિયમો જૂના, કઠોર અને સ્ત્રીઓ સામે ભેદભાવપૂર્ણ જણાય છે. ઉદાહરણ તરીકે, ખ્રિસ્તી છૂટાછેડા કાયદાની કલમ 10A(1) અનુસાર, સહમતિથી છૂટાછેડા લેવા માંગતા કોઈપણ જીવનસાથી માટે બે વર્ષનો અલગ રહેવાનો સમયગાળો ફરજિયાત છે. આવી જ સમાન નોંધો પર, ૧૯૨૫ના ઉત્તરાધિકાર કાયદા હેઠળ, ખ્રિસ્તી માતાઓનો પણ તેમના મૃત બાળકોની મિલકત પર કોઈ દાવો નથી. પિતા આ તમામ મિલકતનો ઉત્તરાધિકારી બનશે.
તેનાથી વિપરિત, હિંદુત્વ એ એવી જીવંત સંસ્કૃતિ છે જેના પર ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા વિદેશી અને અબ્રાહમિક ધર્મોના આગમન પછી અસંખ્ય ગેરરીતિઓ લાદવામાં આવી છે. જાતિવાદ, અંધશ્રદ્ધા, સતીપ્રથા, સ્ત્રી શિક્ષણ નકાર, વિધવા પુનર્લગ્ન અસ્વીકાર, બાળ લગ્ન અને અન્ય સામાજિક દુષણોએ ઓગણીસમી સદીના પહેલા ભાગમાં હિંદુ સમાજને ઘેરી લીધો હતો. આનાં મૂળ સેમિટિક સંપ્રદાયોના અસંસ્કારી સ્વભાવની પ્રતિક્રિયાઓમાં હોવા છતાં, વૈદિક સાહિત્યમાં કોઈ ઐતિહાસિક મહત્વ અથવા ઉલ્લેખ ન હોવા છતાં, આ ગેરરીતિઓ હિંદુઓ પર એવી રીતે પ્રક્ષેપિત કરવામાં આવી હતી કે જાણે તે તેમનો સ્વાભાવિક ભાગ હોય. સામાજિક સુધારણાની પ્રબળ જરૂરિયાત ઓગણીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં જ સ્પષ્ટ થઈ ગઈ. હિંદુઓમાં સામાજિક અને ધાર્મિક સુધારાની ચળવળો ચાલી જેનો હેતુ જાતિ, અસ્પૃશ્યતા, સતીપ્રથા, બાળ લગ્ન, સામાજિક-આર્થિક અસમાનતા અને નિરક્ષરતા નાબૂદ કરવાનો હતો. સમય જતાં, સ્વ-વિકસિત અને ગતિશીલ રીતે સભાન હિંદુ સમાજે તેના અનુયાયીઓની ન્યાય માટેની સામૂહિક આધ્યાત્મિક ઝંખનાના આધારે આવી ગેરરીતિઓથી છૂટકારો મેળવ્યો, પરંતુ આધુનિક ભારતમાં સહઅસ્તિત્વ ધરાવતા અન્ય ધર્મોના કિસ્સામાં એવું નથી બન્યું.
લોકોએ એ પણ જાણવું જોઈએ કે ૧૯૫૦ના દાયકાની મધ્યમાં હિંદુ કોડ બિલ પસાર થતાં જ હિંદુ પર્સનલ લૉ નાબૂદ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૯૫૫નો હિંદુ મેરેજ એક્ટ, ૧૯૫૬નો હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬નો હિંદુ લઘુમતી અને ગાર્ડિયનશિપ એક્ટ અને ૧૯૫૬નો હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમનો સમાવેશ થાય છે. આ નિયમો માત્ર હિંદુ કાયદાનું કોડિફિકેશન નહોતું, પણ તેમાં ઘણી હિંદુ પ્રથાઓ અને પરંપરાઓનો અસ્વીકાર પણ હતો. જ્યારે બીજી બાજુ મુસ્લિમો, એવા મુસ્લિમ પર્સનલ લો દ્વારા નિયંત્રિત રહ્યા છે જે મુસ્લિમ સમુદાયના નેતાઓના મંતવ્યોથી જ સખત પ્રભાવિત છે. હિંદુ કાયદાને સંશોધિત કરવાના પ્રારંભિક પ્રયાસ પાછળનો કથિત હેતુ એ હતો કે જો તે સફળ થશે, તો અન્ય સમુદાયો તેનું અનુસરણ કરશે, પરંતુ આવું થયું નહીં. આ પ્રયત્ન, તેમ છતાં, પછી ભલે તે બંધારણીય રીતે હોય કે અન્યથા, ધૂંધળા આવરણ હેઠળની અણઘડ માંગણીઓ – અથવા કમસે કમ તેઓ જેમ વ્યક્ત કરે છે તેમ – ન્યાયી અને યોગ્ય “લઘુમતી અધિકારો”, માટેની તેમની અવિરત શોધમાં રત એવા અવિચારી સમુદાયને રોકી શક્યો નહીં.
અત્રે ડૉ.બી.આર. આંબેડકરનું મર્મભેદી કથન ઉલ્લેખનીય છે,
કારણ કે તેમણે એકવાર ટિપ્પણી કરી હતી, “અધિકારો કાયદા દ્વારા નહીં, પરંતુ સમાજના સામાજિક અને નૈતિક અંતરાત્મા દ્વારા સુરક્ષિત રહે છે. જો સામાજિક અંતરાત્મા એવો હોય કે જે કાયદો ઘડવાનું પસંદ કર્યું છે તે અધિકારોને ઓળખવા માટે તૈયાર હોય, તો તે અધિકારો સલામત અને સુરક્ષિત રહેશે. પરંતુ, જો સમુદાય દ્વારા જ મૂળભૂત અધિકારોનો વિરોધ કરવામાં આવે, તો કોઈ કાયદો, કોઈ સંસદ અને કોઈ ન્યાયતંત્ર શબ્દના વાસ્તવિક અર્થમાં તેની ખાતરી આપી શકે નહીં.” આ શબ્દો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા તે સમયે હતા, કારણ કે આ મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓની માનસિકતા પર પ્રકાશ પાડે છે જેમણે હવે આ પહેલના સમર્થનમાં બહાર આવવું જોઈએ. તેઓએ સમજવું જોઈએ કે ૨૧મી સદીમાં તેઓ સાતમી સદીની સંસ્કૃતિમાં જીવવાનો ઢોંગ ન કરી શકે. માત્ર વિરોધ ખાતર બિલનો વિરોધ ન કરવો જોઈએ. ૧૯૪૭ ના ભાગલાથી લઈને ૨૦૨૨ ના હિજાબ સુધી, દેશના મુસ્લિમોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી, વિનાશ વેર્યો અને પીડિતો હોવાનો દાવો કરતી વખતે “સર્વ પંથ સમભાવ” ની કથિત વિભાવનાને તોડી પાડી. જ્યારે આપણે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા કરીએ છીએ, ત્યારે ભારત ઘણી મોટી સમસ્યાનો સામનો કરશે. મુસ્લિમ સમુદાય માટે સમય આવી ગયો છે કે તેઓ તેમની ધાર્મિક ઓળખને પ્રથમ ભારતીય હોવાની મોટી-ઓળખ સાથે જોડે, અને આ રીતે જેમ રાષ્ટ્રીય લડાઈ પર તેમના પ્રતિનિધિઓ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું, તેઓ બંધારણમાં તેમની સાચી શ્રદ્ધાને તેના સાચા સમર્થક તરીકે દર્શાવે. વાસ્તવમાં, UCC એ બહુમતી હિંદુઓ માટે નહીં પરંતુ કહેવાતી લઘુમતીઓ માટે અંતિમ કસોટી સાબિત થવી જોઈએ.
હિંદુઓએ તેમના મોટાભાગના અધિકારો, જમીન અને સ્વતંત્રતા આ ધર્મોને આપી દીધાં છે. વાસ્તવિકતા એ છે કે વર્તમાન બંધારણીય જોગવાઈઓ હેઠળ હિંદુઓને કોઈ લાભ નથી. હિંદુઓને કહેવાતા ફાયદાઓ કરાવવાના નામે, કાનૂની વિરોધાભાસના રૂપમાં વધુ શબ્દજાળ રજૂ કરવામાં આવશે જે હિંદુઓના બચેલા અધિકારોને વધુ નુકસાન પહોંચાડશે. બિન-હિંદુ મહિલાઓ પર અત્યાચાર ગુજારતા સામાજિક-રાજકીય શબ્દાડંબરનાં પરિણામોને પૂર્વવત્ કરવા માટે UCC ખરેખર એક મહાન પગલું છે, પરંતુ તે હિંદુ અધિકારોની કિંમત ચૂકવીને ન ભરાવું જોઈએ. આમ કરવાથી જ્યાં મુસ્લિમો પોતાના માટે વધુ સારો વ્યવહાર કરી શકે અને હિંદુઓ પોતાની શાંતિ માટે ભટક્યા વિના એક જ જગ્યાએ સ્થિરતા અનુભવી શકે એવા રાજકીય સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સમીપતા વધશે. આ વખતે હિંદુઓ કોઈ પણ ભાઈચારાના આશ્વાસનને નમવાના વલણને વળગી રહેશે નહીં.