દેશના પહેલા CDSનું નિધન
દેશનો આજે સૌથી દુ:ખદ દિવસ રહ્યો. આજની આ દુખદ ઘટના દેશ કદી ભુલી નહી શકે. એક જાંબાઝ વ્યકિતને આ દેશે આજે ગુમાવ્યા છે. જેમનો વસવસો દેશભરના તમામ લોકોમાં હંમેશા રહેશે. તેમની જગ્યા ક્યારેય કોઈ લઈ શકે તેમ નથી.
ઈન્ડિયન એરફોર્સે CDS બિપીન જનરલ રાવતના(Bipin Rawat) મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપીન રાવત(Bipin Rawat) સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જનરલ બિપીન રાવતનું(Bipin Rawat) હેલિકોપ્ટર ક્રેશમાં નિધન, પત્ની મધુલિકા સહિત 13ના મોત
રક્ષાસૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ રાવતનાBipin Rawat નિધનની ખબર જાહેર કર્યા પછી વડાપ્રધાન સુરક્ષા મામલે કેબિનેટ કમિટી એટલે કે CCSની સાંજે 6.30 વાગે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોતની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતBipin Rawat, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યારસુધીમાં 13 મૃતદેહ મળ્યા છે.
રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગે આપી શ્રદ્ધાંજલિ
હજુ જનરલ બિપીન રાવતBipin Rawat અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહતું, પરંતુ સેનાનાં સૂત્ર અને કેટલાક પૂર્વ અધિકારીઓએ જનરલ બિપીન રાવતના મોતને લઈને ટ્વીટ કરી દીધું છે. રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગે જનરલ બિપીન રાવતને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
80% સુધી બળી ગયા મૃતદેહ
ન્યૂઝ એજન્સી ANI મુજબ, હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે 12:20 વાગ્યે ક્રેશ થયું, જ્યારે એ લેન્ડિંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર જ દૂર હતું. ઘટનાસ્થળે ડોકટર્સ, સેનાના અધિકારી અને કોબરા કમાન્ડોની ટીમ હાજર છે. જે મૃતદેહ મળી આવ્યા છે એની ઓળખ કરવામાં આવી રહી છે, કેમ કે આ મૃતદેહ 85% બળી ગયા છે. કેટલાક વધુ શબ ખીણમાં જોવા મળ્યા છે. દુર્ઘટનાનાં જે દૃશ્યો સામે આવ્યાં છે એમાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું છે અને એમાં આગ લાગી ગઈ હતી.