HomeIndiaWorld Earth Day 2022:ગૂગલે ડૂડલ બનાવ્યુ ફોટા-India News Gujarat

World Earth Day 2022:ગૂગલે ડૂડલ બનાવ્યુ ફોટા-India News Gujarat

Date:

World Earth Day 2022: આબોહવા પરિવર્તન આપણા જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે, ગૂગલે ડૂડલ દ્વારા જણાવ્યું-India News Gujarat

  • World Earth Day 2022 એટલે કે પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે.
  • આ અવસર પર ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે, જેમાં આપણી પૃથ્વી પર ક્લાઈમેટ ચેન્જની અસર બતાવવામાં આવી છે.
  • World Earth Day 2022 : પૃથ્વીની શોભા પર્યાવરણ છે. આ વાતાવરણમાં વૃક્ષો, છોડ, પાણી અને માટીનું સંરક્ષણ એ આપણા માટે ખુબ મહત્વનુ બની જાય છે. સાથે જ આપણે પૃથ્વી પરના તમામ જીવોના રક્ષણ માટે પૃથ્વીને પ્રદુષિત થતી રોકવાની જરૂર છે.
  • વૈશ્વિક આબોહવા પ્રદુષણ આટકાવવુ, બિનજરૂરી વૃક્ષોને કાપવા પર રોકવા લગવા જેવી જાગૃતિ ખૂબ જ જરૂરી છે
  • કારણ કે પ્રદુષણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઈ-વેસ્ટ પૃથ્વીને સૌથી વધુ અસર કરી રહ્યુ છે.

Google એ ડુડલ બનાવ્યુ

  • Google ખાસ દિવસો અને પ્રસંગોને ડૂડલ દ્વારા હાઇલાઇટ કરે છે, જેમાં તે Google લોગોને ક્રિએટિવ ઇમેજ અથવા એનિમેશનથી દર્શાવે છે.
  • 22 એપ્રિલના રોજ World Earth Day, લોકોને આબોહવા પરિવર્તનની અસર વિશે યાદ અપાવવા માટે, Google એ ચાર સ્થાનોના એનિમેશનની શ્રેણી બનાવી છે જે દર્શાવે છે કે આબોહવા પરિવર્તનની આપણા ગ્રહને કેવી અસર થઈ છે.
  • દર વર્ષે, World Earth Day પૃથ્વિનું રક્ષણ કરવા અને આપણી ભાવી પેઢીને શુધ્ધતાનો વારસો આપવા માટે ઉજવામાં આવે છે.

ડૂડલમાં ચાર સ્થળોના ફોટા

  • ડૂડલમાં તમે તાંઝાનિયામાં કિલીમંજારો પર્વત પર સતત પીગળતી હિમનદીઓની તસવીરો જોઈ શકો છો.
  • આ ફોટા 1986 થી 2020 સુધી દર ડિસેમ્બરમાં લેવામાં આવ્યા છે, જે ટાઇમલેપ્સ દ્વારા બતાવવામાં આવ્યા છે.
  • બીજી તસવીર ગ્રીનલેન્ડના સેમરસુકની છે. ત્રીજી ઑસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફનું છે.
  • ચોથી તસવીર જર્મનીમાં જમીન પર આવેલા જંગલો દર્શાવે છે, જે વધતા તાપમાનને કારણે નાશ પામ્યા છે.

World Earth Dayની શરૂઆત કેવી રીતે થઈ?

  • 1969 માં, જુલિયન કોનિગે સૌપ્રથમ લોકોને પૃથ્વી દિવસ શબ્દનો પરિચય આપ્યો.
  • તેની સ્થાપના 1970 માં યુએસ સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા 22 એપ્રિલના રોજ કરવામાં આવી હતી.
  • ત્યારથી તે દર વર્ષે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
  • આ વર્ષની થીમ Invest in our planet છે. આ થીમ કુટુંબ, આરોગ્ય, આજીવિકાનું રક્ષણ કરવા માટે આ ગ્રહમાં સંયુક્તપણે યોગદાન કરવા પ્રોત્સાહિત કરે છે.

તમે આ પણ વાંચી શકો છો-

World Earth Day-વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ

તમે આ પણ વાંચી શકો છો-

Kankaria Zoo :કાંકરિયા ઝૂની 11 મહિનામાં 22 લાખ લોકોએ મુલાકાત લીધી

SHARE

Related stories

MANMOHAN SINGH PASSED AWAY : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દિલ્હીની...

MANMOHAN SINGH’S SHAYARI : હઝ઼ારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી…

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન...

Latest stories