HomeIndiaWomen Reservation Bill: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલને મંજૂરી આપી, નારી...

Women Reservation Bill: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલને મંજૂરી આપી, નારી શક્તિ વંદન કાયદો 21 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો – India News Gujarat

Date:

Women Reservation Bill: રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. સંસદના બંને ગૃહો દ્વારા કોઈપણ ખરડો પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે. India News Gujarat

33 ટકા અનામત મળશે

આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત મળશે. જ્યારે સંસદ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે તે જાતિય ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.

રાજ્યસભામાં બિલની તરફેણમાં 215 સભ્યોએ મતદાન કર્યું હતું.

છેલ્લા 27

વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી હતી. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામતમાં એક તૃતિયાંશ સીટમાં SC અને ST સમુદાયની મહિલાઓ માટે અનામત થઈ જશે. આ અનામત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયા મુજબ ફાળવવામાં આવશે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે. આ બિલમાં એક પ્રસ્તાવ એવો પણ છે કે લોકસભાની દરેક ચુંટણી બાદ અનામત બેઠકને રોટેટ કરવામાં આવવી જોઈએ. અનામત સીટ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના વિભિન્ન નિર્વાચન ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયાથી વહેચણી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- Global Investors Summit: દેશની 22 ટકા ફાર્મા કંપનીઓ ઉત્તરાખંડમાં છે, ધામી રાજ્યમાં કયા નવા શહેરો બનાવશે? – India News Gujarat

આ પણ વાંચો- Asian Games 2023: ભારતે ચોથા દિવસની શરૂઆત બે ગોલ્ડ સાથે કરી, શૂટિંગમાં મહિલાઓ હિટ રહી; જાણો ભારતે અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા છે – India News Gujarat

SHARE

Related stories

Latest stories