Weather Update Today: રાજધાની દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ઉનાળાનો ત્રાસ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં તાપમાનમાં લગભગ ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ડિપાર્ટમેન્ટે દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી પહેલાથી જ જારી કરી દીધી છે. તે જ સમયે, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવ શરૂ થઈ ગઈ છે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
કેવું રહેશે દિલ્હીમાં હવામાન?
તમને જણાવી દઈએ કે દિલ્હી સંપૂર્ણ રીતે તીવ્ર ગરમીની ઝપેટમાં આવી ગયું છે. અહીં ગતરોજ મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. તે જ સમયે, હવામાન વિભાગે 17 એપ્રિલ સુધીમાં દિલ્હીનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે.
યુપીમાં પણ તાપમાન વધશે
આ સિવાય યુપીની રાજધાની લખનૌમાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. IMD અનુસાર, અહીં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવી શકે છે. બીજી તરફ એનસીઆરના વિસ્તારોની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.
ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં વરસાદ
હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવતીકાલે એટલે કે 15 અને 16 એપ્રિલે વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન સહિત પંજાબમાં 16 એપ્રિલે હળવા ઝરમર વરસાદની શક્યતા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદ અને કરા પડવાની સંભાવના છે.