Weather Update Today : રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે અહીં હવામાને પલટો લીધો છે, પાટનગરમાં વરસાદ બાદ અહીંનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. આ સાથે જ તાપમાનમાં અંદાજે 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ દિલ્હી-NCR, હરિયાણામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દિલ્હી-NCR ફરી ગરમ થશે
IMD અનુસાર, રાજધાનીમાં ફરી એકવાર સૂર્યનો તાપ વધવા લાગશે. તાપમાન 39-40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાનમાં આ ફેરફાર 27-28 એપ્રિલ દરમિયાન જોવા મળશે. જણાવી દઈએ કે દિલ્હી સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોએ ગરમીથી થોડી રાહત અનુભવી હતી.
જાણો ક્યારે અને ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં આગામી 24 કલાકમાં ફરી વરસાદ પડી શકે છે. તે જ સમયે, આસામ અને તેની આસપાસના રાજ્યોમાં આગામી 48 કલાકમાં વરસાદની સંભાવના છે. આ સિવાય સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં પણ આગામી બે દિવસમાં વરસાદ પડશે. બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: Nation’s First Girl Gurukul: ‘અનાથ’ દીકરીઓ મફતમાં ભણશે – India News Gujarat