આંદામાન અને નિકોબાર પર ‘અસની’ cyclone ત્રાટકશે ,આજે અને આવતીકાલ માટે એલર્ટ
ચક્રવાતી તોફાન cyclone ‘અસની’ આજે અથવા આવતીકાલે આંદામાન અને નિકોબાર ટાપુઓના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઇટમાં આ માહિતી આપવામાં આવી છે. આ મુજબ, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે અને તે આવતીકાલ સુધીમાં cyclone ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. પ્રશાસને ટાપુની સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે લઈ જવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
કામચલાઉ કેમ્પમાં લાવવામાં આવેલા લોકોને પૂરતી સુવિધા અપાઈ
મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણે cycloneની તૈયારીઓને લઈને વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજીને જોખમી વિસ્તારોમાંથી અસ્થાયી શિબિરોમાં લવાયેલા લોકોને ખોરાક, પાણી અને અન્ય પર્યાપ્ત પાયાની સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને શિપિંગ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે માછીમારોને દરિયામાં ન જવા દેવાની સૂચના આપવામાં આવી છે. નારાયણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને લોકોને હવામાનના જોખમ વિશે ચેતવણી આપવા જણાવ્યું છે.
ઘણી જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. IMDએ cyclone ના કારણે તમામ માછીમારોને આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
જાણો cyclone તોફાનનું નામ કેવી રીતે આપવામાં આવે છે?
તમામ લોકોના મનમાં આ પ્રશ્ન તો આવ્યો જ હશે કે cyclone વાવાઝોડાના નામ કેવી રીતે આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના 13 સભ્ય દેશો એટલે કે એશિયા અને પેસિફિક માટે આર્થિક અને સામાજિક આયોગ છે. આમાંના દરેક દેશો મૂળાક્ષરોના આધારે આગામી પ્રદેશમાં વાવાઝોડાને નામ આપે છે. આ વખતે સભ્ય દેશ શ્રીલંકાએ cyclone નું નામ અસની રાખ્યું છે.
આ પણ વાંચી શકો : સૈનિકનું MURDER કરીને અન્ડરગ્રાઉન્ડ થનાર આતંકવાદીની અટક
આ પણ વાંચી શકો : આંદામાન અને નિકોબારમાં Earthquake : ટાપુના દિગલીપુરથી 225 કિમી દૂર ભૂકંપના આંચકા