HomeWorldFestivalVasudha Vandan/મહુવા તાલુકાના કોદાડા, કાની અને ઘડોઈ ગામ ખાતે 'મારી માટી મારો...

Vasudha Vandan/મહુવા તાલુકાના કોદાડા, કાની અને ઘડોઈ ગામ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ/India News Gujarat

Date:

મહુવા તાલુકાના કોદાડા, કાની અને ઘડોઈ ગામ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

વિવિધ સ્થળોએ વસુધા વંદન અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ અને અમૃતવાટિકાનું નિર્માણ કરાયું

મહુવા તાલુકાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રા યોજી શિલાફલકમ પાસે શહીદ વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોદાડા ગામના અંબામાતા મંદિર, કાની ગામના મહાદેલ મંદિર અને ઘડોઈની દુધ મંડળી ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના બળવત્તર બનાવવા માટે મેરી માટી, મેરા દેશ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.સુરત જિલ્લાના મહુવા તાલુકાના વિવિધ સ્થળોએ હાથમા માટી લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધ્ધાજંલિ અર્પી હતી. તથા દેશના વિરોની શહાદતનું સ્મરણ કરીને કાર્યક્રમના અંતે ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સરપંચશ્રીઓ, સંગઠન હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories